Ahmedabad: રથયાત્રા માટે પોલીસે બનાવ્યો સુરક્ષાનો માસ્ટરપ્લાન, GPSના માધ્યમથી પોલીસ કરશે મોનિટરિંગ

કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર નીકળવાની છે. રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે.

Ahmedabad: રથયાત્રા માટે પોલીસે બનાવ્યો સુરક્ષાનો માસ્ટરપ્લાન, GPSના માધ્યમથી પોલીસ કરશે મોનિટરિંગ
Police Patrolling Before Ahmedabad Rathyatra
| Edited By: | Updated on: Jun 07, 2022 | 5:59 PM

અમદાવાદમાં કોરોનાકાળના (Corona) બે વર્ષ બાદ રથયાત્રાની (Jagannath Rathyatra) ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. ત્યારે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા પણ શહેરને સુરક્ષિત રાખવા કડક આયોજન ગોઠવવામાં આવ્યું છે. રથયાત્રા રૂટ પર મુવિંગ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો ઘેરાવ તૂટે નહિ તે માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. હાથી, ટ્રક, અખાડા અને ભજનમંડળીઓમાં પણ GPS સિસ્ટમ ગોઠવી મોનિટરીંગ કરવામાં આવશે. સુરક્ષાકર્મીઓ સતત સંકળાયેલા રહે તે માટે આ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર નીકળવાની છે. રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. રથયાત્રા રૂટ પર મુવિંગ બંદોબસ્તમાં જોડાયેલા સુરક્ષાકર્મીઓ GPS સિસ્ટમથી જોડાયેલા રહેશે. જેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. જેથી કોઈ અઈચ્છનીય ઘટના મળી શકશે.

મહત્વનું છે કે શનિવારે રાત્રે શહેરના તમામ પીઆઈથી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ (Police Officer) રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ કર્યું હતું. જેની ખાસિયત એ હતી કે દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે.

મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે તેવી શક્યતા

2 વર્ષ પછી ભકતોની હાજરીમાં રથયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો (Devotee) ઉમટી પડે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, નજીકના સમયમાં જ રામનવમીએ હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો અને જૂથ અથડામણની ઘટનાઓ ઘટી હતી. જે બાદ આ પહેલી રથયાત્રા નીકળવાની હોવાથી રથયાત્રામાં કોઈ હિંસક હુમલો કે અથડામણ ન થાય તે માટે પોલીસ (Police) અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.

રથયાત્રાનો પ્રારંભ

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે કે 140 વર્ષોથી ચાલી આવે છે.

Published On - 5:56 pm, Tue, 7 June 22