પુલવામાં આતંકી હુમલાને લઈને અમદાવાદ પોલીસ થઈ એલર્ટ, ઠેર-ઠેર સઘન ચેકિંગ સાથે ગોઠવાઈ સુરક્ષા

|

Feb 17, 2019 | 8:41 AM

જમ્મુ કશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એલર્ટ બની અને દેશભરમાં તમામ એજન્સી અને પોલીસને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જેથી જો કોઈ શંકાસ્પદ હિલચાલ નજર પડે તો તેને રોકી શકાય આ એલર્ટના પગલે અમદાવાદમાં પણ શહેર પોલીસ સવારથી એક્શનમાં દેખાય હતી. શહેરના મુખ્ય સ્થળ એવા કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં સૌથી વધુ લોકો […]

પુલવામાં આતંકી હુમલાને લઈને અમદાવાદ પોલીસ થઈ એલર્ટ, ઠેર-ઠેર સઘન ચેકિંગ સાથે ગોઠવાઈ સુરક્ષા

Follow us on

જમ્મુ કશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકાર એલર્ટ બની અને દેશભરમાં તમામ એજન્સી અને પોલીસને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જેથી જો કોઈ શંકાસ્પદ હિલચાલ નજર પડે તો તેને રોકી શકાય

આ એલર્ટના પગલે અમદાવાદમાં પણ શહેર પોલીસ સવારથી એક્શનમાં દેખાય હતી. શહેરના મુખ્ય સ્થળ એવા કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં સૌથી વધુ લોકો ટ્રેન મારફતે મુસાફરી કરતા હોય છે તેમજ બહારથી લોકો શહેરમાં આવતા હોય છે ત્યાં સ્થાનિક પોલીસ અને RPF તેમજ બૉમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડને કામે લગાવી દેવાયા હતા. જેઓ તમામ સ્ટેશન અને પાર્કિંગ સહિત મુસાફરોની પણ ચકાસણી કરી હતી. જેથી કોઈપણ શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિને ડામી શકાય. એટલું જ નહીં પણ સાથે શહેર પોલીસે શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ પણ હાથ ધર્યું હતું. જેમાં પૂર્વ વિસ્તારમાં અલગ અલગ ઝોન પ્રમાણે ડીસીપી, એસીપી અને પીઆઇ તેમજ પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓને કામે લગાવી દેવાયા હતાં. આમ શહેરમાં સવારથી દરેક સ્થળ પર પોલીસ એક્ટિવલી કામ કરતી જોવા મળી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

[yop_poll id=1460]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:36 pm, Fri, 15 February 19

Next Article