Ahmedabad : કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતાં અનેક તર્કવિતર્કો, પોલીસે તપાસ શરૂ કરી

|

Jun 04, 2022 | 7:43 PM

અમદાવાદ ( Ahmedabad) પોલીસ પણ આ પ્રકારની ફરિયાદ મળતાં એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી અને સીસીટીવી ચકાસ્યા.પોલીસે સીસીટીવી ચકાસવાની શરૂઆત કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે બાળક એની જાતે જ ભાગી રહ્યું છે એની સાથે કોઈ નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરથી રતનપોળ સુધીએ બાળક ભાગતું દેખાઈ રહ્યું છે એ પછી બાળક ટ્રેસ થઈ રહ્યું નથી.

Ahmedabad : કાલુપુર સ્વામીનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતાં અનેક તર્કવિતર્કો, પોલીસે તપાસ શરૂ કરી
Kalupur Swaminaraynan Temple
Image Credit source: File Image

Follow us on

અમદાવાદના(Ahmedabad)  કાલુપુર સ્વામિનારાયણ મંદિર(Kalupur Swaminarayan Mandir)  પાસેની એક સંસ્થામાંથી ૭ વર્ષનું બાળક ગુમ(Child Missing)  થતા ચર્ચાએ જોર પકડ્યું છે.. થોડાક દિવસ પહેલા લવાયેલું બાળક ગુમ થવાનું કારણ શું છે. તેમજ બાળક સીસીટીવીમાં ભાગતું જોવા મળી રહ્યું છે.કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સંસ્થામાંથી સાહિલ નામનો બાળક ગાયબ થયાની ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી. પોલીસ તપાસ શરૂ થઈ, પણ સવાલ એક જ હતો કે બાળક ગુમ થવા પાછળનું કારણ શું છે. પ્રશ્ન એટલા માટે કે મંદિરની સંસ્થામાંથી બાળક ગુમ થયું છે, થોડાક દિવસ અગાઉ જ આ બાળક અહીંયા સંસ્થામાં આવ્યું ત્યારે શું કોઈ ઘટના બની જેથી બાળક જતું રહ્યું. સ્વામિનારાયણ મંદિર દ્વારા અપહરણની કલમ અનુસાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સ્વામિનારાયણ મંદિરથી રતનપોળ સુધીએ બાળક ભાગતું દેખાઈ

પોલીસ પણ આ પ્રકારની ફરિયાદ મળતાં એક્શનમાં આવી અને તપાસ શરૂ કરી અને સીસીટીવી ચકાસ્યા.પોલીસે સીસીટીવી ચકાસવાની શરૂઆત કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું કે બાળક એની જાતે જ ભાગી રહ્યું છે એની સાથે કોઈ નથી. તેમજ સ્વામિનારાયણ મંદિરથી રતનપોળ સુધીએ બાળક ભાગતું દેખાઈ રહ્યું છે એ પછી બાળક ટ્રેસ થઈ રહ્યું નથી.

પોલીસ દ્વારા આ મામલે સંસ્થા અને અન્ય રીતે તપાસ કરતા સાહિલે કેટલીક બાબતો જણાવી જેમાં એના કાકા મણિનગર વિસ્તારમાં જ ક્યાંક રહે છે, એટલે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.. તેમજ ક્યાં ક્યાં એ જઇ શકે છે એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ તેમજ મિસિંગ ચાઈલ્ડ માટેની ટીમ કેટલા સમયમાં બાળકને શોધી કાઢે એ જોવાનું રહેશે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે.. અત્યાર સુધીની પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે એમાં પણ સાત વર્ષનો સાહિલ નામનો બાળક ઘરેથી નીકળ્યો હતો. જેના માતા નુરીબહેન અને પિતા નાસિરભાઈ સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાનું તેણે જણાવ્યું પરંતુ બંને વચ્ચે ઝઘડો થતા સાહિલ ઘરેથી ભાગી ગયો હતો. બાદમાં તે વાસણા પોલીસને મળી આવતા સાહિલને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મે ના રોજ આ સંસ્થામાં મોકલી આપ્યો હતો. પોલીસે અપહરણની શંકાને નકારી કાઢી છે અને હવે સાહિલના નામના આ બાળકની તપાસ શરૂ કરી છે.

 

Published On - 7:30 pm, Sat, 4 June 22

Next Article