અમદાવાદના પોલીસ કવાટર્સમાં પોલીસકર્મીઓનું જ દબાણ, વહીવટી શાખાએ 7 દિવસમાં મકાનો ખાલી કરવા આપ્યો આદેશ

સરકારી મકાનોમાં દબાણ થયાની વાત સાંભળી હશે, પરંતુ પોલીસ લાઈનના મકાનોમાં દબાણ ? સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. અમદાવાદની સંયુક્ત પોલીસ કમિશનર વહિવટી શાખાએ મકાનો ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે.    અમદાવાદ શહેરની માધુપુરા પોલીસ લાઈન અને શાહીબાગ પોલીસ લાઈનમાં છેલ્લાં કેટલાક સમયથી પોલીસ કર્મીઓએ સરકારી ક્વાર્ટસ પર બિન- અધિકૃત રીતે કબ્જો […]

અમદાવાદના પોલીસ કવાટર્સમાં પોલીસકર્મીઓનું જ દબાણ, વહીવટી શાખાએ 7 દિવસમાં મકાનો ખાલી કરવા આપ્યો આદેશ
| Edited By: | Updated on: Mar 26, 2019 | 2:11 PM

સરકારી મકાનોમાં દબાણ થયાની વાત સાંભળી હશે, પરંતુ પોલીસ લાઈનના મકાનોમાં દબાણ ? સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. અમદાવાદની સંયુક્ત પોલીસ કમિશનર વહિવટી શાખાએ મકાનો ખાલી કરવાનો આદેશ પણ આપ્યો છે. 

 

અમદાવાદ શહેરની માધુપુરા પોલીસ લાઈન અને શાહીબાગ પોલીસ લાઈનમાં છેલ્લાં કેટલાક સમયથી પોલીસ કર્મીઓએ સરકારી ક્વાર્ટસ પર બિન- અધિકૃત રીતે કબ્જો જમાવી રાખ્યો છે. જે મકાનો ખાલી કરવા માટે વહીવટ શાખાના સંયુક્ત પોલીસ કમિશનર વિપુલ અગ્રવાલે લેખીતમાં આદેશ કર્યા છે.  આ આદેશમાં તમામ બિન-અધિકૃત રીતે કબજામાં રહેલાં મકાનો 7 દિવસમાં ખાલી કરવા કહેવાયું છે.

 

TV9 Gujarati

 

ગરીબ આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના,  પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં બિન-અધિકૃત રીતે વસવાટ કરતા લોકોને પોલીસ મકાન ખાલી કરાવતી હોય છે. પરંતુ પોલીસ લાઈનના મકાનો પણ દબાણ થતાં હવે પોલીસ જ પોલીસના સરકારી મકાનો ખાલી કરાવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેટલાક પોલીસ ક્વાર્ટસમાં રહેતા પોલીસકર્મીઓ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, તો બીજી તરફ જે નિયમો હેઠળ સરકારી મકાનની ફાળવણી કરવામાં આવે છે તે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં માધુપુરા પોલીસ લાઈનમાં 15થી વધુ ક્વાર્ટસમાં દબાણ થયા હોવાનુ સામે આવ્યું હતું. જેના આધારે શહેરના તમામ પોલીસ મથકના ઈન્ચાર્જને આ અંગે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

આશરે 1 મહિના પહેલા 18 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત પોલીસ કમિશનર સાથે તમામ લાઈન જમાદારો અને રાયટર હેડકોન્સ્ટેબલ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જે મીટીંગમાં સત્વરે મકાનો ખાલી કરાવી કબ્જો લેવા સુચના આપવામાં આવી હતી. તેમ છતાં મકાનો ખાલી ન થતાં આદેશ કરવાની ફરજ પડી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:10 pm, Tue, 26 March 19