Ahmedabad : ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરો બેફામ ! સાબરમતી નદીના પટમાં દારૂ સગેવગે કરતા બે બુટલેગર ઝડપાયા

અમદાવાદમાં (Ahmedabad) એક જ દિવસમાં ત્રણ એવી ઘટનાઓ સામે આવી છે,જેથી બુટલેગરો બેફામ બન્યા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

Ahmedabad : ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરો બેફામ ! સાબરમતી નદીના પટમાં દારૂ સગેવગે કરતા બે બુટલેગર ઝડપાયા
Police arrested two bootlegger
| Edited By: | Updated on: Aug 02, 2022 | 7:10 AM

ગુજરાતમાં (Gujarat) દારુબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.બોટાદમાં (Botad hooch tragedy) થયેલી કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર (Ahmedabad City) પોલીસ સક્રિય થઈ છે અને બુટલેગરો પર લગામ લગાવવા પ્રયાસો કરી રહી છે.જે અંતર્ગત સાબરમતી નદીના પટમાં જમીનમાં સંતાડેલો દારૂ ઝડપાયો છે. રાતનાં અંધારાનો લાભ લઈને દારૂને જમીનમાં દાટી સગેવગે કરતા બે શખ્સો ઝડપાયા છે.રિવરફ્રન્ટ (Ahmedabad riverfront) ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ નમન છારા અને શરદ છારા.

પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂની 204 બોટલો મળી આવી

મિનિ છારાનગર તરીકે ઓળખાતા સાબરમતી વિસ્તારમાં રહેતા આ બન્ને આરોપીઓ સાબરમતી નદીનાં પટમાં રાસ્કા પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી દારૂ સંતાડી રાખ્યો હતો. જે બાબતની જાણ પોલીસને (Ahmedabad Police)  થતા પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂની 204 બોટલો સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળો પર..!

અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ એવી ઘટનાઓ સામે આવી છે,જેથી બુટલેગરો બેફામ બન્યા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.પહેલા રાયખડના એક બુટલેગરનો વીડિયો વાયરલ (Viral Video)  થયો જેમાં તે ખુલ્લેઆમ મંદિરની પાસે દારૂ વેચતો જોવા મળી રહ્યો છે.બાદમાં વધુ એક સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો વાયરલ થયો,જેમાં યુવકે દારૂ અને બિયરના ટીન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) પર અપલોડ કર્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ આસપાસ કાર ચલાવતો નબીરો હાથમાં બિયરનું ટીન બતાવી રહ્યુ છે.રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે.