કેનેડાના નાગરિકો પાસેથી કોલ સેન્ટર ચલાવીને પૈસા પડાવતા, પોલીસે 21 લોકોની કરી ધરપકડ!

|

Feb 07, 2019 | 12:44 PM

અમદાવાદમાં ફરી એક વખત ઇન્ટરનેશનલ કોલ સેન્ટર નો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થઈ રહ્યો છે.  અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડીને પોલીસ દ્વારા બે કોલ સેન્ટર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજમાં બાગબાન […]

કેનેડાના નાગરિકો પાસેથી કોલ સેન્ટર ચલાવીને પૈસા પડાવતા, પોલીસે 21 લોકોની કરી ધરપકડ!

Follow us on

અમદાવાદમાં ફરી એક વખત ઇન્ટરનેશનલ કોલ સેન્ટર નો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થઈ રહ્યો છે. 

અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે બે અલગ અલગ સ્થળ પર દરોડા પાડીને પોલીસ દ્વારા બે કોલ સેન્ટર નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે અર્થ એસ એસ નામની બિલ્ડિંગમાં ચોથા માળે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર  ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસ એક મહિલા સહિત 21 આરોપીઓની ધરપકડ કરી છે. 29 લેપટોપ 22 મોબાઈલ,વાહનો અને રોકડ સહિત 13 લાખ 86 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કોલ સેન્ટર મયુર પટેલ અને હિતેશ નામના વ્યક્તિઓ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

TV9 Gujarati

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ કોલ સેન્ટરનો મેનેજર ભરત નવીનચંદ્ર ત્રિવેદી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોલ સેન્ટર છેલ્લા ચારથી પાંચ મહિનાથી ચલાવવામાં આવી રહ્યું હતું. આરોપીઓ કેનેડામાં રહેતા લોકોને ફોન કરીને પોતે કેનેડાની એજન્સીના અધિકારીઓ છે અને તેમના ટેક્સના પૈસા બાકી હોવાનું કહી તેને ધમકાવીને તેની પાસે પૈસા પડાવતા હતા. પૈસા તેઓ આઇત્યુંસ, ગૂગલ પ્લે, ગિફ્ટ વાઉચર તેમજ બીટકોઈનના માધ્યમથી પણ આવતા હતા. આરોપીઓ કેનેડાની ટેલીફોન ડીક્શનરીમાંથી ત્યાંના નાગરિકોના નંબર મેળવી સંપર્ક કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આરોપી હિતેશ ઠક્કર અગાઉ પણ કોલસેન્ટરના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ અમદાવાદમાં સંખ્યાબંધ કોલ સેન્ટર ચલાવતો સાગરની સાથે પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં હિતેશ ઠક્કર સામે અમેરીકામાં રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યુ કરાઈ છે. પકડાયેલ 21માંથી 4-5 લોકો અગાઉ કોલ સેન્ટરના ગુનામાં પકડાઈ ચુક્યાનું પણ સામે આવ્યું છે. હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે આ કોલ સેન્ટરમાં અન્ય કેટલા લોકો મળેલા છે અને તેની મુખ્ય લિંક કયા જોડાયેલી છે.

[yop_poll id=1176]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article