Ahmedabad : પોલીસે રાજસ્થાન પરિવહન નિંગમના ડ્રાઇવરની દારૂની હેરાફેરી કરતાં ધરપકડ કરી

|

Mar 29, 2022 | 10:43 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બસ ડ્રાઇવર ભવરસિંગ શેખાવત અત્યાર સુધી 10 થી વધુ ટ્રીપ અમદાવાદમાં કરી ચુક્યો છે..જેમાં દારૂ ભરેલા બેગની ડિલિવરી કરવા એક બેગ દીઠ 2 હજાર રૂપિયા મળતા હતા.જે તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાન જોધપુરના કિરણ મેવાડા નામના શખ્સ આ દારૂની બોટલ સપ્લાય કરતો હતો

Ahmedabad : પોલીસે રાજસ્થાન પરિવહન નિંગમના ડ્રાઇવરની દારૂની હેરાફેરી કરતાં ધરપકડ કરી
Ahmedabad Police Arres Driver Who Smugling Liquor

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) દારૂ ની હેરાફેરીના પોલીસ ચોપડે અનેક કિસ્સાઓ નોંધાયા છે. પરંતુ આરોપીઓ પણ પોલીસ કામગીરી પારખી ગયા હોય તેમ દારૂની(Liquor) હેરાફેરી માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે. જેમાં શહેરના પાલડી પોલીસે રાજસ્થાન પરિવહન નિગમની(RSRTC) બસની આડમાં દારૂની હેરાફેરી કરતા ડ્રાઇવરની ધરપકડ કરી છે.પાલડી પોલીસે ધરપકડ કરેલા ભવરસિંગ શેખાવત મૂળ કામ તો રાજસ્થાનથી મુસાફરો લઈને મુકામે પહોંચાડવાનો છે.પરતું શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં રાજસ્થાન થી દારૂની હેરાફેરી શરૂ કરી અને છેલ્લા ચાર થી પાંચ મહીનાથી ગુજરાતમાં દારૂ ની હેરાફેરી કરવાનું શરૂ કર્યું..પાલડી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પરિવહન નિગમની જોધપુર ડેપોની એસટી બસ પાલડીમાંથી ઝડપી તેમાં તપાસમાં કરતા અલગ અલગ વિદેશી દારૂની 52 જેટલી બોટલો મળી આવી હતી.

જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે બસ ડ્રાઇવર ભવરસિંગ શેખાવત અત્યાર સુધી 10 થી વધુ ટ્રીપ અમદાવાદમાં કરી ચુક્યો છે..જેમાં દારૂ ભરેલા બેગની ડિલિવરી કરવા એક બેગ દીઠ 2 હજાર રૂપિયા મળતા હતા.જે તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાન જોધપુરના કિરણ મેવાડા નામના શખ્સ આ દારૂની બોટલ સપ્લાય કરતો હતો.અને બસ ડ્રાઇવર જોધપુર થી દારૂ ભરેલો થેલો લઈ અમદાવાદ માં કિરણ મેવાડા પહોંચાડતો હતો.જેથી પોલીસે દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી કિરણ મેવાડાની શોધખોળ શરૂ કરી.ત્યારે ફરાર આરોપી કિરણની જોધપુરમાં દારૂની શોપ હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાસણા પોલીસે દાહોદ થી અમદાવાદ આવતી એસટી બસમાં દારૂ લઈ આવતા ડ્રાઇવર અને કંડકટરની ધરપકડ કરી હતી..તેવી જ મોડ્સ ઓપરેન્ડીથી ફરી એકવાર એસટી બસમાં દારૂ જથ્થો લઈ આવતા બસ ડ્રાઇવર ઝડપાયો છે.તેવામાં જો પોલીસ દ્વારા અવારનવાર એસટી બસનું ચેકિંગ કરવામાં આવે તો આવા અનેક ડ્રાઈવરોના ચહેરાઓ સામે આવી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Ahmedabad : નર્સીંગનો અભ્યાસ કરતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર મુગટ પહેરેલો ફોટો મુકતા ધમકી મળી

આ પણ વાંચો : સુરત પોલીસ દ્વારા શહેરના જે વિસ્તારમાં ક્રાઇમ રેટ વધુ છે ત્યાં 40 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું

 

Next Article