Navratri ને લઇને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર, કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત

|

Sep 23, 2022 | 11:56 PM

નવરાત્રિમાં(Navratri 2022) ખેલૈયાઓના ભારે ઉત્સાહને જોતા પોલીસ(Police)પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નવરાત્રિને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે.

Navratri ને લઇને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર, કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત
Navratri Garba
Image Credit source: File Image

Follow us on

નવરાત્રિમાં(Navratri 2022) ખેલૈયાઓના ભારે ઉત્સાહને જોતા પોલીસ(Police)પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નવરાત્રિને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે.અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે…આ સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પણ ખુલ્લા રાખવામાં આવશે.કોમર્શિયલ ગરબાને લઇને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત રાખવા પડશે તથા નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા પર વાહન ટોઇંગ કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

નવરાત્રિ બજારોમાં  “SHE”  ટીમ અને પોલીસની ટીમ ખાસ સુરક્ષા કરશે. આ ઉપરાંત પોકેટ ચોર અને મહિલાની છેડતી લઇને ખાસ ડ્રાઇવ કરાશે
રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રહેશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ ખુલ્લા રખાશે. તેમજ AMC સાથે સંકલન કરીને રસ્તા પરની લાઇટો ચાલુ રહે તેનું ખાસ ધ્યાન રખાશે. જ્યારે રાત્રિ દરમિયાન એસજી હાઇવે ખુલ્લો રહેશે અને સ્ટંટબાજ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત મહિલા સુરક્ષા માટે “SHE” ટીમ, મહિલા હેલ્પલાઇન, ટ્રાફિક હેલ્પલાઇન સહિતની હેલ્પલાઇન ચાલુ રહેશે. શેરી ગરબામાં ટ્રાફિક વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવુ પડશે. ઇમરજન્સી વાહનો નીકળી શકે તે માટે વ્યવસ્થા કરવી પડશે તેમજ બ્રિથ એનેલાઇઝરના માધ્યમથી શંકાસ્પદ વાહન ચાલકોની તપાસ થશે

ગુજરાતભરમાં  નવરાત્રીનો પર્વ મનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. એક તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રીમાં ગરબા પૂર્ણ થયા બાદ પણ હોટલો ખુલ્લી રાખી શકાશે તેવી મહત્વની જાહેરાત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પણ ખુલ્લા રાખવામાં આવશે

નવરાત્રિમાં ખેલૈયાઓના ભારે ઉત્સાહને જોતા પોલીસ પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નવરાત્રિને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પણ ખુલ્લા રાખવામાં આવશે. કોમર્શિયલ ગરબાને લઇને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત રાખવા પડશે. તથા નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા પર વાહન ટોઇંગ કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

રાત્રે 12 વાગ્યા પછી પણ હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે

નવરાત્રીમાં ખેલૈયાઓને કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રીને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવરાત્રીમાં ગરબા પૂર્ણ થયા બાદ પણ હોટલો ખુલ્લી રાખી શકાશે. રાત્રે 12 વાગ્યા પછી પણ હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન હોય છે. એટલા માટે સરકારે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય લીધો છે.

Published On - 11:56 pm, Fri, 23 September 22

Next Article