અમદાવાદમાં PNG ના ભાવમાં કમરતોડ ભાવ વધારો ઝીંકાયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

|

Oct 25, 2021 | 11:25 PM

અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં મનફાવે તેમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. હજુ 18 ઓક્ટોબરે જ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ આજથી અમલમાં આવે તે રીતે ઘર વપરાશના PNGમાં વધારો ઝીંક્યો છે

અમદાવાદ(Ahmedabad)શહેરમાં એક તરફ CNGના ભાવ વધવાથી રીક્ષાચાલકો પરેશાન છે ત્યાં બીજી તરફ PNGના ભાવમાં પણ વધારો થવાથી ગૃહિણીઓનું (Housewives) બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત શાકભાજી, કઠોળ અને સિંગતેલના ભાવ પછી PNGના ભાવવધવાથી ગૃહિણીઓ પરેશાન છે. જેમાં અદાણી ગેસે નેચરલ ગેસના ભાવ વધતાંની સાથે જ તબક્કાવાર રીતે સીએનજી અને ગૃહવપરાશના પીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે. જેના લીધે હવે ગૃહિણીઓનું બજેટ પણ તહેવારોના દિવસોમાં ખોરવાયુ છે.

અદાણી ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં મનફાવે તેમ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. હજુ 18 ઓક્ટોબરે જ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ આજથી અમલમાં આવે તે રીતે ઘર વપરાશના PNGમાં વધારો ઝીંક્યો છે.  જેમાં  1.60 MMBTU સુધીનો વપરાશ હશે તો નવો ભાવ રૂ.1089.20 લાગુ પડશે.

જ્યારે 1.60 MMBTUથી વધુ વપરાશ પર રૂ.1307.04 ચૂકવવા પડશે. દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે.. ત્યારે પ્રજા પર દરરોજ ભાવ વધારાનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રોજેરોજ ભાવ વધારાના કારણે હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે..

છેલ્લા 15 દિવસથી CNG-PNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.. અદાણી ગેસ અને ગુજરાત ગેસ વચ્ચે ભાવ વધારવાની હોડ જામી છે. અદાણીએ આડેધડ ગેસના ભાવ વધાર્યા બાદ હવે ગુજરાત ગેસે પણ CNG-PNGમાં ભાવ વધારો ઝીંક્યો છે.

CNGના ભાવ વધતા વાહન ચાલકો પર બોજો વધ્યો છે. એકતરફ પેટ્રોલ ડીઝના ભાવ સાતમાં આસમાને છે તેમાં હવે CNGના ભાવ વધતા લોકોનું બજેટ ખોરવાયું છે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવી રહી હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો

આ પણ વાંચો :  બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

 

Next Video