Ahmedabad : બીજી લહેર ઓછી થતા માસ્ક વગર ફરી રહ્યાં છે લોકો, 10 દિવસમાં 22 હજાર લોકો પાસેથી વસૂલાયો જંગી દંડ

|

Jun 11, 2021 | 10:12 PM

Ahmedabad : કોરોનાની બીજી લહેર બાદ અનલૉક થતાંની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે ફરી એક વખત કડક કાર્યવાહી કરી દંડ વસુલી રહ્યાં છે.

Ahmedabad : બીજી લહેર ઓછી થતા માસ્ક વગર ફરી રહ્યાં છે લોકો, 10 દિવસમાં 22 હજાર લોકો પાસેથી વસૂલાયો જંગી દંડ
ફાઇલ

Follow us on

Ahmedabad : કોરોનાની બીજી લહેર બાદ અનલૉક થતાંની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે ફરી એક વખત કડક કાર્યવાહી કરી દંડ વસુલી રહ્યાં છે. માત્ર દસ જ દિવસમાં શહેર પોલીસે 22 હજાર લોકોને માસ્ક વગર પકડ્યા છે.

કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકારએ કેટલીક છૂટછાટો આપીને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ફરી એકવાર લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યાં છે. જેનાં કારણે શહેર પોલીસ કડક થઈને માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની કાર્યવાહી કરી રહ્યાં છે. જેમાં માત્ર દસ દિવસમાં જ પોલીસે માસ્ક વગર બહાર નીકળતા 22 હજાર લોકોને દંડ ફટકાર્યો છે.

બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિનામાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો એપ્રિલમાં 52,311 લોકો પાસેથી 5,23,11,000નો દંડ અને મે મહિનામાં 56,725 લોકો પાસેથી 5,67,25,000 દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે હાલ ચાલુ મહિને વસૂલવામાં આવેલ દંડની રકમ પ્રમાણમાં ખુબ જ વધારે જોવા મળી રહી છે. એટલું જ નહીં કોરોના સમયમાં માસ્ક વગરનાં લાખો લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમા 49 કરોડ રૂપિયાનો જંગી દંડ વસૂલ્યો છે. છતાં પણ માસ્ક પહેરવા બાબતે લોકો બેદરકાર જોવા હજી મળી રહ્યાં છે. જેથી જણીતા ડૉક્ટર કહી રહ્યાં છે કે જો આ રીતે માસ્ક વગર લોકો ફરશે તો ત્રીજી વેવ આવી શકે છે. જે ખૂબ ખતરનાક બની શકે છે. હાલ માસ્ક જ કોરોનાથી બચાવવા માટેનો ઉપાય છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કંટ્રોલ ડીસીપી ડો. હર્ષદ પટેલ કહેવું છે કે શહેર પોલીસ દ્રારા માસ્ક વિતરણ ઝુંબેશ શરુ છે જેમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરી અવેરનેસ લાવી રહ્યાં છે છતાં પણ અનલૉક ની સાથે જ લોકો પોતાની જવાબદારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Next Article