Ahmedabad: ડિજિટલ મેમો આપવાનું શરૂ કરવા છતાં પણ લોકો ડિજિટલ પેમેન્ટને બદલે ભરી રહ્યા છે રોકડા પૈસા

|

Aug 03, 2021 | 8:45 PM

ટ્રાફિક વિભાગ POS મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમભંગ કરનારાને ડિજિટલ દંડની પાવતી આપવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો વધુ ઉપયોગ કરતા હોવાથી POS મશીનથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.

Ahmedabad: ડિજિટલ મેમો આપવાનું શરૂ કરવા છતાં પણ લોકો ડિજિટલ પેમેન્ટને બદલે ભરી રહ્યા છે રોકડા પૈસા
Digital Memo

Follow us on

હાલ ડિજિટલ યુગમાં પોલીસ પણ ડિજિટલ તરફ વળી છે. ટ્રાફિકના ભંગ બદલ ડિજિટલ મેમો (Digital Memo) આપવા શરૂ કર્યું છે પણ લોકો હજી ડિજિટલ આવકારી નથી રહ્યા. કારણકે વાહન ચાલકો ડિજિટલ પેમેન્ટ (Digital payment)કરવાના બદલે રોકડ દંડ ભરી રહ્યા છે.

 

ટ્રાફિક વિભાગ POS મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમભંગ કરનારાને ડિજિટલ દંડની પાવતી આપવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો વધુ ઉપયોગ કરતા હોવાથી POS મશીનથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. પરંતુ બે દિવસમાં ટ્રાફિક ભંગ કરનારા POS મશીન દ્વારા 530 મેમાની પાવતી આપી 2.80 લાખ દંડ વસુલવામાં આવ્યો છે. પરંતુ જાણીને નવાઈ થશે કે POS મશીન થકી ડિજિટલ પેમેન્ટ કરવાના બદલે લોકો રોકડા પૈસા ચૂકવી દંડ ભરી રહ્યા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

 

ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાથમિક ધોરણે 120 જેટલા POS મશીનથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસ એક POS મશીન થકી 7 જેટલા ડિજિટલ ટ્રાન્જેક્શન ન કર્યા તો તે મશીન ભાડું ટ્રાફિક વિભાગને ચૂકવવું પડે છે. હાલ તો લોકો ડિજિટલ પેમેન્ટ કરવાના બદલે રોકડથી પેમેન્ટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આગામી દિવસમાં POS મશીન મારફતે ડિજિટલ દંડ લોકો નહીં ભરે તો ટ્રાફિક વિભાગને મોટુ નુકશાન થઈ શકે છે.

 

ટ્રાફિક પોલીસે ડીઝીટલ મેમો દ્વારા દંડ વસુલ્યા છે. પરંતુ હજુ અમદાવાદીઓ ડીઝીટલ મેમોને નથી સ્વીકારતા. ત્યારે હવે ટ્રાફિક પોલીસે POS મશીનથી વાહન ચાલકો પર તવાઈ શરૂ કરી છે. આ સાથે જ સ્થળ પર નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવશે. જેમાં હાલ માસ્કનો દંડ, સિગન્લ ભંગ, હેલમેટ ન પહેર્યુ હોય તે તમામ દંડ વસુલાશે. પીઓએસ મશીનથી ટ્રાફિક ભંગ કરનારા ફોટા પણ પાડી શકાય છે. જો દંડ ભરવામાં આનાકાની કરે તો ફોટો પાડી ઈ મેમો પણ જનરેટ કરવામાં આવી શકે છે.

 

 

ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ કમિશનર હસ્તે pos મશીન પોલીસકર્મીઓને આપવામાં આવ્યા છે. જેમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કે ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો સાથે ટ્રાફિક પોલીસે કેવી રીતે વર્તન કરવું અને શિસ્તનું પાલન કરવું જેવી અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ 5 કરોડ કરતા વધારે દંડ મોબાઈલ એપ થકી ભર્યો છે એટલે એ વાત સામે આવે છે કે લોકો પણ ડિઝીટલ માધ્યમોને સ્વિકારી રહ્યા છે. ત્યારે આજથી pos મશીનથી પોલીસે દંડ પણ ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. જેથી હવે લોકો ચેતી જવાની જરુર છે અને ટ્રાફિક પાલન કરવું જરુરી બન્યુ છે.

 

આ પણ વાંચો : Jamnagar : વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ચાલુ કરવામાં આવી ખુલ્લા મેદાનમાં અનોખી મસ્તી કી પાઠશાળા

 

આ પણ વાંચો : AMRELI : વડિયાની ગુજરી બજારમાં લોકોની લાપરવાહી, કોરોના નિયમોનો સદંતર અભાવ

Next Article