Ahmedabad: થલતેજમાં મિયાવાકી પદ્ધતિથી બનાવેલુ ઑક્સિજન પાર્ક ખુલ્લુ મુકાયું, જાણો શું છે આ મિયાવાકી પદ્ધતિ અને આ પાર્કની ખાસિયત

|

Sep 07, 2022 | 5:19 PM

અમદાવાદના (Ahmedabad) થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે 4200 ચોરસ મીટર વિસ્તારમાં 12 હજાર વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં (Oxygen Park) મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે.

Ahmedabad: થલતેજમાં મિયાવાકી પદ્ધતિથી બનાવેલુ ઑક્સિજન પાર્ક ખુલ્લુ મુકાયું, જાણો શું છે આ મિયાવાકી પદ્ધતિ અને આ પાર્કની ખાસિયત
અમદાવાદના થલતેજમાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત થલતેજમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે AMC દ્વારા પીપીપી ધોરણે 4200 ચોરસ મીટર વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી 12 હજાર વૃક્ષો ઉછેરીને ઑક્સિજન પાર્ક (Oxygen Park) તૈયાર કરવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના (Rishikesh Patel) હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઋષિકેશ પટેલે લોકોને સામૂહિક મુસાફરી કરીને કે પછી જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરીને શહેરમાં પ્રદૂષણ (Pollution) ઘટાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બિન પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતને વિકસાવવા અને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે 4200 ચોરસ મીટર વિસ્તારમાં 12 હજાર વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 128 ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.

શું છે મિયાવાકી પદ્ધતિ ?

અકીરા મિયાવાકી નામના એક જાપાનીઝ વ્યક્તિએ વૃક્ષો વાવવાની નવી ટેક્નિક વિકસાવી છે. જેમાં જમીનમાં દેશી જાતનાં વૃક્ષો એકબીજાથી ખૂબ નજીક નજીક વાવવામાં આવે છે. જેથી એકદમ ગીચ જંગલ તૈયાર થાય છે અને એમાં ઝાડને સૂર્યપ્રકાશ ફક્ત ઉપરની તરફથી જ મળે છે અને એ ઉપરની તરફ જ લાંબા વધતાં જાય છે. આ કારણસર જંગલ 30 ટકા વધુ ગીચ બને છે. 10 ગણું જલદી ઊગે છે અને ફક્ત 3 વર્ષની અંદર મેઇન્ટેનન્સ ફ્રી બની જાય છે. આ ટેક્નિક દુનિયામાં પહેલી વાર 2000માં ઇટલીમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ 2011માં એફૉરેસ્ટ સંસ્થાએ બૅન્ગલોરની એક કંપનીના બૅકયાર્ડમાં મિયાવાકી ટેક્નિકનો ઉપયોગ કરીને ગીચ વનરાજી ઉગાડી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘અમદાવાદની હવાની ગુણવત્તા સુધારવાનું મિશન’

‘ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઇઝ’ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મત વિસ્તારના સાંસદ અમિત શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરી છે, એ અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે ઋષિકેશ પટેલે અમદાવાદમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોને બિરદાવતા વધુ જણાવ્યું હતું કે, વર્ષ 2012માં અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારના માત્ર 4.66 ટકા ગ્રીન કવર હતું, જેને 15 ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સામે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર 10 ટકાએ પહોચ્યુ છે. ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.

શહેરી વિસ્તારમાં ઑક્સિજન પાર્કનું મહત્ત્વ સમજાવતાં ઋષિકેશ પટેલે કહ્યુ કે, ઑક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટને કારણે હવાની ગુણવત્તા સુધરે છે, સાથે સાથે ક્વોલિટી ઑફ લાઇફમાં પણ વધારો થાય છે. શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની સીધી સકારાત્મક અસરો જોવા મળે છે. અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે.

Published On - 3:38 pm, Wed, 7 September 22

Next Article