Ahmedabad: ઓનલાઈન ફ્રોડ સામે સાયબર ક્રાઈમની મોટી કામગીરી, 400થી વધુ એપ્લિકેશન ઉપર મૂકયો પ્રતિબંધ

|

Dec 19, 2022 | 6:46 PM

ચાઇનીઝ એપ’ દ્વારા લોનની આ માયાજાળ રચવામાં આવે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈના-સાઉથ ઇસ્ટ એશિયના ગઠિયા સક્રિય બન્યા છે. જે ઈન્સ્ટન્ટ લોન (Loan) માટેની એપ પ્લે સ્ટોરમાં મુકે છે અને સોશિયલ મીડિયા, મોબાઇલ દ્વારા લોનની ઓફર કરે છે.

Ahmedabad: ઓનલાઈન ફ્રોડ સામે સાયબર ક્રાઈમની મોટી કામગીરી, 400થી વધુ એપ્લિકેશન ઉપર મૂકયો પ્રતિબંધ
cyber crime

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં લોકોની સાથે ગેરરિતી અને છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. આવા સમયે સાયબર ક્રાઇમની સતર્કતા વધી જતી હોય છે. ત્યારે સાયબર ક્રાઇમે એવી કેટલીક એપ્લીકેશન અને વેબસાઈટ છે તમારા માટે જોખમી છે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે. એક ક્લિક કરો અને ગણતરીની મિનિટોમાં લોન મેળવો, સરળતાથી આપવામાં આવતી લોનની આ લાલચ અનેક લોકોને ભારે પડી છે. વધી રહેલી સાયબર ગુનાખોરી અને વધી રહેલા ઠગાઈના કેસ બાદ, અમદાવાદ સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે અને લોનના નામે ઠગાઈના ખેલ પર અંકુશ મેળવવા, 400થી વધુ મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટ પર પ્રતિબંધ મૂકીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. સાથે ફરિયાદીઓને ન્યાય મળે તે માટે પોલીસે આઈ.ટી એક્ટ હેઠળ ગુનો નોંધીને લોકોને છેતરનારા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે.

ચાઈનીઝ એપની માયાજાળ દ્વારા ફસાવાય છે લોકોને

આપને જાણીને આશ્ચર્ય થશે કે ‘ચાઈનીઝ એપ’ દ્વારા લોનની આ માયાજાળ રચવામાં આવે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈના-સાઉથ ઈસ્ટ એશિયના ગઠિયા સક્રિય બન્યા છે. જે ઈન્સ્ટન્ટ લોન માટેની એપ પ્લે સ્ટોરમાં મુકે છે અને સોશિયલ મીડિયા, મોબાઈલ દ્વારા લોનની ઓફર કરે છે. શરૂઆતમાં નીચા વ્યાજે રૂ.50 હજાર સુધીની ઈન્સ્ટન્ટ લોન આપે છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ.  લોન આપ્યાના માત્ર 7 જ દિવસમાં તોતિંગ વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરાય છે અને રકમ ન ચૂકવાય તો ફોટો પોર્ન સાઇટ પર મુકવાની ધમકીઓ અપાય છે. સાથે જ કોન્ટેક્ટ લિસ્ટમાં બદનામીના મેસેજ પણ કરવામાં આવે છે. ત્યારે આવા લેભાગુઓથી લોન વાંચ્છુકોએ બચવાની અપીલ પોલીસ વિભાગ કરી રહ્યું છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ટેકનિકલ ટીમની ફ્રોડ એપ્લિકેશનો પર નજર હતી

સાયબર ક્રાઈમમાં સંખ્યાબંધ અરજીઓ અને ફરિયાદો મળતા ટેકનિકલ ટીમની ફ્રોડ એપ્લિકેશનો પર નજર હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 365થી વધુ ફ્રોડ એપ્લિકેશન-વેબસાઈટ કાળા કારોબારમાં ધમધમી રહી હતી. જેના મારફતે હજારો લોકોએ કરોડો રૂપિયા ગુમાવી દીધા હતા. આપને જાણીને આશ્ચર્ય થશે કે ઠગાઇનો શિકાર સૌથી વધુ 15થી 30 વર્ષના યુવાનો બન્યા છે. જેમાં જુદી જુદી ગેમમાં સ્કોર એપમાં યુવાનો ફસાય છે અને રૂપિયા ગુમાવે છે.

Next Article