Ahmedabad : મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું, જાણો સમગ્ર વિગતો

|

Mar 23, 2023 | 5:06 PM

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડ્યંત્ર રચ્યું હતું કિરણ પટેલ અને તેની પત્નીના આ કારસ્તાન લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી.જયારે ભોગ બનારએ કિરણ પટેલ પાછળ રાજકીય પીઢબળ હોવાનો આરોપ લગાવ્યો છે.

Ahmedabad : મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું, જાણો સમગ્ર વિગતો
Conman Kiran Patel Crime

Follow us on

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડ્યંત્ર રચ્યું હતું કિરણ પટેલ અને તેની પત્નીના આ કારસ્તાન લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી.જયારે ભોગ બનારએ કિરણ પટેલ પાછળ રાજકીય પીઢબળ હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ઝેડ પલ્સ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહા ઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો છે. જેમાં કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને 15 કરોડનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો.ઘટના કઈક એવી છે કે જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલએ PMOના ક્લાસવન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો.

ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું

જેની બાદ જગદીશ પટેલએ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો.કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું.જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો.

35 લાખના રીનોવેશન કરીને 15 કરોડનો બંગલો પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું

ત્યારે બંગલાની બહાર કિરણ પટેલે પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું.જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો.જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઇમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી છે.કિરણ પટેલએ 35 લાખના રીનોવેશન કરીને 15 કરોડનો બંગલો પચાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું..

IPLનો સૌથી મોંઘો કેપ્ટન એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ફરિયાદી જગદીશ ચાવડાએ આક્ષેપ કર્યા છે કે ઠગ કિરણ પટેલના અનેક કારસ્તાન છે અને તેની પાછળ રાજકીય પીઢબળ હોવાનો આરોપ લગાવ્યો હતો એટલું જ નહીં જગદીશ ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે કિરણ તેને બોર્ડ નિગમમાં પદ આપવાનું, કોર્પોરેશન માં ડાયરેક્ટર કે ચેરમેન બનાવવાની ઓફર આપી હતી અને સરકારી ટેન્ડર મેળવવા માટે તેમને PMOમાંથી કામ કઢાવવા માટે રોફ જમાવતો હતો.

લક્ઝુરિયસ કારમાં આવીને પોતાની હાઈ પ્રોફાઈલની સ્ટાઈલથી લોકો આકર્ષિત કરતો હતો

જેમાં ફરિયાદી જગદીશ ચાવડાના નાના ભાઈ પુર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને વિધાનસભામાં ટીકીટ આપવાનું કહીને કિરણ પટેલ મોટીમોટી વાતો કરીને રોફ જમાવતો હતો.માત્ર આટલું જ નહીં પરંતુ ફરિયાદીએ કરેલ દાવા અને આરોપ પ્રમાણે કિરણ પટેલ રંગીલા મિજાજનો હતો કેમકે પચાવી પાડેલ બંગલા પર તેની પત્ની અને બીજી પત્ની ઉપરાંત તેની અનેક ગર્લફ્રેન્ડ પણ બંગલા પર લઈને આવતો હતો..જેમાં લક્ઝુરિયસ કારમાં આવીને પોતાની હાઈ પ્રોફાઈલની સ્ટાઈલથી લોકો આકર્ષિત કરતો હતો. આ પ્રકારે ઠગ દંપતીએ ફક્ત જગદીશ ચાવડા જ નહીં પરતું ઘોડાસરનું એક મકાન પચાવી પાડ્યું છે.

જગદીશ ચાવડા કિરણ પટેલના કારસ્તાન ખુલાસા કરે તેવો ઘટસ્ફોટ કર્યો

હાલ ઠગ કિરણ પટેલ શ્રીનગર જેલ કસ્ટડીમાં છે ક્રાઇમ બ્રાંચની ટીમ ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલને કસ્ટડી મેળવશે પરતું આ ઠગાઇ કેસમાં કિરણ પટેલએ કોર્ટનો સહારો લીધો હોવાના કારણે ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલને 7 દિવસની નોટિસ આપ્યા બાદ જ ધરપકડ કરી શકશે.જેથી હાલ તો ભુર્ગભમાં ગયેલી કિરણ પટેલની પત્ની માલિનીની શોધખોળ કરવામાં આવી રહી છે.ત્યારે થોડા દિવસમાં જગદીશ ચાવડા કિરણ પટેલના કારસ્તાન ખુલાસા કરે તેવો ઘટસ્ફોટ કર્યો છે..જોવા રહ્યું કે ઠગ કિરણ પટેલની તપાસમાં કેટલા લોકોની સંડોવણી સામે આવે છે.

આ પણ વાંચો : Rajkot : જેતલસર હાઈવે પર કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા, દંપતીનુ ઘટના સ્થળે મોત

Next Article