
ઘોડાસરમાં કુમકુમ સોસાયટીમાં કેદારનાથ દર્શન, ખોખરામાં મ્યુનિસિપલ ગાર્ડન પાસે સ્થળ વિસર્જન મહત્વ અને ઝુંબેશ ડેકોરેશન, મણીનગરમાં ચા વાળી સોસાયટીના પર્યાવરણ જતન અને સંવર્ધન ડેકોરેશન, જીવરાજ પાર્કમાં માતૃ પિતૃ વંદન ડેકોરેશન જ્યારે દરિયાપુરમાં લુણસાવાડના ખાટું શ્યામ વર્ણન ડેકોરેશનને પાંચ શ્રેષ્ઠ ડેકોરેશનના એવોર્ડ અપાયા. સાથે 11 પ્રોત્સાહન ઇનામ પણ રખાયા. જેમાં ઓઢવના રત્નમાલા સોસાયટીના ક્રિષ્ના યુવક મંડળના ચંદ્રયાન ત્રણ ગણેશ થીમ ડેકોરેશનને પણ ઇનામ આપી પ્રોસાહિત કરાયા.

આ વર્ષે લાલ દરવાજા ભદ્રના મંગલ ભવન ખાતે ના ગણેશને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી જયંતી ઉજવતી સંસ્થાને પ્રોત્સાહિત કરાયા. જ્યારે નરોડા ના ઈચ્છામૂર્તિ ગણેશ અને અમરાઈવાડી ના હાટકેશ્વર ના ગણેશને 50 વર્ષ થતાં સુવર્ણ જયંતિ ઉજવતી સંસ્થા તરીકે સન્માનવામાં આવી. તેમજ કાલુપુર લાંબેશ્વર ની પોળ, દરિયાપુરના લુણસાવાડ ના ગણપતિ અને નરોડા ના ધર્મનાથ પ્રભુ સોસાયટીના ગણપતિને 25 વર્ષ થતા રજત જયંતિ ઉજવતી સંસ્થાથી સન્માનવામાં આવ્યા. સાથે જ યજમાન બહુમાન ટ્રોફી, દીર્ઘ સેવા બહુમાન અને શુભેચ્છા બહુમાન પણ કરવામાં આવ્યા. આ સાથે આજે જ્યારે ગણેશ પર્વનો છેલો દિવસ છે. જ્યારે લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે તેવા લોકોને વધુ જાગૃત બનવા એસોસિએશનના પ્રમુખે અપીલ કરી. તેમજ ઓઢવના શ્રી કૃષ્ણ યુવક મંડળે આગામી વર્ષે બુલેટ ટ્રેન પર થીમ બનાવવા તૈયારી દર્શાવી.