Ahmedabad : નર્સીંગનો અભ્યાસ કરતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર મુગટ પહેરેલો ફોટો મુકતા ધમકી મળી

|

Mar 29, 2022 | 8:36 PM

હાલમાં સોશિયલ મીડિયા પર યુવાનો વધારે એક્ટિવ છે. તેમજ એકબીજાને ફોલો કરીને મૂકેલી પોસ્ટ પણ નિહાળતા હોય છે. જો કે આ દરમ્યાન એક બીજા પર કોમેન્ટ પર કરતાં હોય છે. જો કે આ બાબતનું સ્વરૂપ લઇ લે ત્યારે મુદ્દો ગંભીર બની જતો હોય છે. તેમજ આવેશમાં યુવાનો ધમકી આપતા આપતા ગુનો પણ કરી બેસે છે.

Ahmedabad : નર્સીંગનો અભ્યાસ કરતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર મુગટ પહેરેલો ફોટો મુકતા ધમકી મળી
Ahmedaba Student Post Photo On Instragram With Crown

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  નર્સીંગનો અભ્યાસ કરતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર મુગટ (તાજ)(Crown)  પહેરેલો ફોટો મુકતા તેને ધમકી મળી છે.. પોસ્ટ કરેલો ફોટો ડિલિટ કરવા માટે ધમકી મળતા શહેરકોટડા પોલીસે ધમકીની(Threat)  ફરિયાદ નોંધી છે. સાથે જ જાતિવિષયક શબ્દો અને ગાળો લખી હોવાથી એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી યુવકોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.જો કે હાલમાં સોશિયલ મિડીયામા મુકવામાં આવેલી એક પોસ્ટ બાદ કિશન ભરવાડની હત્યા થઈ હતી. જો કે હજી પણ આ વિષય યુવકોના મગજમાં ભરાયેલુ છે. જેથી વિશાલ પરમાર નામના યુવકે માથે મુગટ (તાજ) પહેરી એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર મુક્યો હતો..જે ફોટા પર ફુલસિંહ રાઠોડ અને રાજદીપ પરમારે ધમકી આપી હતી.અને પોસ્ટ ડિલિટ કરી દેવા જાતિવિષયક શબ્દો બોલી ધમકાવ્યો હતો. જે અંગે વિશાલ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં ધમકી આપનાર બન્ને આરોપી ફરાર

શહેરકોડટા પોલીસે ફરિયાદ નોંધી તપાસ એસસીએસટી સેલને સોંપવામાં આવી છે. આની સાથે જ બંને આરોપી પોતાનુ ઘર છોડી ફરાર થઈ ગયા છે. મહત્વનુ છે કે આરોપી અને ફરિયાદી બન્ને એક જ ગામના છે. અને જેથી ગામની શાંતીનો ભંગ ન થાય અને બંને સમાજના લોકો સામ સામે ન આવે માટે સ્થાનિક પોલીસ ને પણ આ અંગે તકેદારી રાખવા સુચન કર્યુ છે.ત્યારે સોશિયલ મીડિયામાં ધમકી આપનાર બન્ને આરોપી ફરાર થઈ ગયા છે જેને એસટીએસસી સેલ દ્વારા આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આવેશમાં યુવાનો ધમકી આપતા આપતા ગુનો પણ કરી બેસે છે

ઉલ્લેખનીય છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર યુવાનો વધારે એક્ટિવ છે. તેમજ એકબીજાને ફોલો કરીને મૂકેલી પોસ્ટ પણ નિહાળતા હોય છે. જો કે આ દરમ્યાન એક બીજા પર કોમેન્ટ પર કરતાં હોય છે. જો કે આ બાબતનું સ્વરૂપ લઇ લે ત્યારે મુદ્દો ગંભીર બની જતો હોય છે. તેમજ આવેશમાં યુવાનો ધમકી આપતા આપતા ગુનો પણ કરી બેસે છે. તેમજ પોસ્ટ મૂકનારને જાનનું જોખમ પણ થઈ જાય છે. જેના પગલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુવાનોને સોશિયલ મીડીયા પર વિવાદિત પોસ્ટ નહિ મુકવા અપીલ પણ કરવામાં આવે છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પણ વાંચો :  Gujarat માં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો :  સુરત પોલીસ દ્વારા શહેરના જે વિસ્તારમાં ક્રાઇમ રેટ વધુ છે ત્યાં 40 કિલોમીટર સાયકલિંગ કરવામાં આવ્યું

 

Published On - 8:21 pm, Tue, 29 March 22

Next Article