અમદાવાદમાં કોરોના કાળમાં લિંગ પરિવર્તન કરાવનારાની સંખ્યામાં પોણા ત્રણ ગણો વધારો

અમદાવાદમાં કોરોના પહેલાં એટલે કે વર્ષ 2018-19માં અમદાવાદમાં લિંગ પરિવર્તન માટે કુલ 9 અરજીઓ મંજુર થઈ હતી જેની સામે વર્ષ 2020-21માં અરજીઓ વધીને 25 થઈ ગઈ છે

અમદાવાદમાં કોરોના કાળમાં લિંગ પરિવર્તન કરાવનારાની સંખ્યામાં પોણા ત્રણ ગણો વધારો
In Ahmedabad, the number of transgender people has tripled during the Koro period
| Edited By: | Updated on: Feb 23, 2022 | 5:33 PM

અમદાવાદ (Ahmedabad) માં લિંગ પરિવર્તન કરાવનારાઓની સંખ્યામાં કોરોના કાળમાં પોણા ત્રણ ગણો વધારો નોંધાયો છે. કોરોના પહેલાં એટલે કે વર્ષ 2018-19માં અમદાવાદમાં લિંગ પરિવર્તન માટે કુલ 9 અરજીઓ મંજુર થઈ હતી જેની સામે વર્ષ 2020-21માં અરજીઓ વધીને 25 થઈ ગઈ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માંથી મળતી માહિતી પ્રમાણે પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનવા માટેની અરજીઓમાં એકાએક વધારો નોંધાયો છે. 2020 અને 2021માં અમદાવાદમાં ઝેન્ડર ચેન્જ  (gender change) કરાવવા માગતા લોકોની 25 અરજીઓ મંજૂર થઈ હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ તરફથી જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં એટલે કે છેલ્લા બે વર્ષમાં લિંગ પરિવર્તન માટે 25ને સર્ટિફિકેટ અપાયાં છે. જે વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવવા માગે છે તેમને તે માનસિક રીતે સ્વસ્થ હોવાનું અને લિંગ પરિવર્તન માટે લાયક હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ 25 વ્યક્તિને ચેક કર્યા બાદ તેમને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

સિવિલ હોસ્પિટલ સત્તાવાળા તરફથી જાણવા મળ્યું છે કે આ સર્ટિફિકેટ આપવા માટે તમામ પ્રકારના પાસા ચકાસવામાં આવે છે. જેમાં તબીબી પરિક્ષણ ઉપરાંત ફેમિલી મેમ્બર સાથે પણ લિંગ પરિવર્તન બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે અને ત્યાર બાદ આ નિર્ણય કરાય છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં લિંગ પરિવર્તનની અરજીઓ માન્ય કરવામાં આવી છે.

લિંગ પરિવર્તન કરાવનારના અલગ અલગ રીતે 6 વખત ચેકઅપ કરવામાં આવે છે. આ ચેકઅપ બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાનો અહેસાસ કરી રહેલા લોકોને અલગ-અલગ રીતે 6 વખત ચેક કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આવા લોકોને સેક્સ રી-અસાઈમેન્ટ સર્જરી માટેનું પ્રમાણ પત્ર મળ્યા બાદ હવે તેઓ લિંગ પરિવર્તન કરાવી શકશે. પ્લાસ્ટિક સર્જન આવા લોકોના લિંગ પરિવર્તન માટે સર્જરી કરશે.

સિવિલ હોસ્પિટલમાં લિંગ પરિવર્તન માટેની આવેલી અરજીઓ પર એક નજર

વર્ષ – 2018/2019માં આવેલી અરજીઓ

પુરુષ માંથી મહિલા બનવા માટે – 2 અરજી મંજૂર

મહિલા માંથી પુરુષ બનવા માટે – 5 અરજી મંજૂર

પુરુષ માંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – 2 અરજી મંજૂર

મહિલા માંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – 0 અરજી મંજૂર

કુલ – 9 અરજી મંજૂર

વર્ષ 2020/21માં આવેલી અરજીઓ

પુરુષ માંથી મહિલા બનવા માટે – 4 અરજી મંજૂર

મહિલા માંથી પુરુષ બનવા માટે – 9 અરજી મંજૂર

પુરુષ માંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – 10 અરજી મંજૂર

મહિલા માંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – 2 અરજી મંજૂર

કુલ – 25

વર્ષ 2018 થી લઇ 2021 સુધી 34 લિંગ પરિવર્તન માટેના પ્રમાણ પત્રો અપાયા છે.

આ પણ વાંચોઃ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો, SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે : પ્રવક્ત્તા મંત્રી જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ Rajkot : સરકારી ભરતીમાં ગોલમાલની વધુ એક ઘટના, જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ : પરીક્ષાર્થી