Ahmedabad : શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં કોઇ નિર્ણય નહીં, શાળા સંચાલકોમાં નારાજગી

|

Jul 22, 2021 | 6:14 PM

ધોરણ 12ની SOP મુજબ ધોરણ 9, 10 અને 11ની શાળાઓ શરૂ કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે. સુરતના સંચાલકોએ શનિવારથી સરકાર મંજૂરી નહીં આપે તો પણ ધોરણ 9થી 11ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Ahmedabad : શાળાઓ શરૂ કરવા કેબિનેટની બેઠકમાં કોઈ નિર્ણય ના લેવાતા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં ધોરણ 12ની શાળાઓ શરૂ થતાં 9થી 11ની શાળાઓ શરૂ કરવા સંચાલક મંડળની માંગ હતી. ધોરણ 12ની SOP મુજબ ધોરણ 9, 10 અને 11ની શાળાઓ શરૂ કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે. સુરતના સંચાલકોએ શનિવારથી સરકાર મંજૂરી નહીં આપે તો પણ ધોરણ 9થી 11ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે કેબિનેટની બેઠકમાં શાળાઓ શરૂ કરવા સરકારે કોઈ નિર્ણય ના લેતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સરકારે શિક્ષણની ગુણવત્તાને બાજુ પર રાખી ઉજવણીને મહત્વ આપ્યું છે. સરકારે શિક્ષણની ગુણવત્તાને બાજુ પર રાખી ઉજવણી કરવાની જાહેરાત કરી એ દુઃખદ બાબત છે. રાજ્ય સરકારે સોમવારથી શાળાઓ શરૂ થાય તેવો નિર્ણય કરવા સંચાલક મંડળે માંગ કરી છે. સ્વિમિંગ પુલ અને ટ્યુશન કલાસીસ ખોલવામાં આવ્યા છે. ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સરકાર અને સંચાલકો સામસામે બાયો ચઢાવવાનો કોઈ મતલબ નથી. સરકારે શાળાઓ ખોલવાની જાહેરાત કરવી જોઈએ.

 

Next Video