Ahmedabad: 21 જાન્યુઆરીએ સિટી પોલીસ દ્વારા કરાયુ નાઈટ હાફ મેરેથોનનું આયોજન, મુખ્યમંત્રી કરાવશે ફ્લેગઓફ

|

Jan 18, 2023 | 5:05 PM

Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 5, 10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ નાઈટ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.

Ahmedabad: 21 જાન્યુઆરીએ સિટી પોલીસ દ્વારા કરાયુ નાઈટ હાફ મેરેથોનનું આયોજન, મુખ્યમંત્રી કરાવશે ફ્લેગઓફ
Night Half Marathon

Follow us on

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21 મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોનનું ફલેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે. 5,10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ નાઈટ હાફ મેરેથોનમાં હજારોની સંખ્યામાં રનર્સ આવવાના હોવાથી તેઓના આકર્ષણ માટે ખાસ સ્ટેજ પણ તૈયાર કરાયા છે.

21મી જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે મેરેથોન શરૂ થશે

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેવા અત્યાર સુધીમાં 75 હજારથી વધુ રનર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખાસ તો આ મેરેથોનમાં BSF, નેવી, SRP સહિતના જવાનો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અનેક યુવાનો ભાગ લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી 21મી જાન્યુઆરીએ સાંજે 7:00 વાગે મેરેથોન શરૂ થશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે, તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

5, 10 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન

5, 10 તેમજ 21 કિલોમીટરની મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટરની ફનરેસ રહેશે. 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ પાંચ ક્રમે આવનારા રનર્સને ઇનામ આપવામાં આવશે. આ ભાગ લેનારા તમામ દોડવીરો માટે મેડિકલ ફેસીલીટી, ફિઝિયોથેરાપી તેમજ હાઇડ્રેશન પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે. નાગરિકો માટે પણ એન્ટરટેનમેન્ટની પણ ખાસ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

પોલીસ વિભાગ તરફથી કેપ, ટીશર્ટ સહિતની અપાશે કિટ

21 કિલોમીટરની દોડ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી શરૂ થઈને સુભાષ બ્રિજ સર્કલ સુધી રહેશે. સમગ્ર રૂટ ઉપર છ જેટલા અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવશે, જે સ્ટેજ ઉપર બીએસએફ બેન્ડ નેવી બેન્ડ તેમજ અનેક સ્થાનિક બેન્ડ દ્વારા અલગ અલગ પ્રસ્તુતિ કરીને દોડવીરો અને નાગરિકોનો ઉત્સાહ વધારવામાં આવશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કહેવું છે કે અત્યાર સુધીમાં 75 હજાર લોકોએ મેરેથોનમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમના માટે સિંધુભવન રોડ નજીક આવેલ પંડિત દિનદયાળ હોલમાં ટીશર્ટ, કેપ સહિતની કિટ પોલીસ વિભાગ તરફથી નિઃશુકલ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ અને કચ્છમાં એક સાથે ITનું મેગા ઓપરેશન, 18 જગ્યા ઉપર દરોડા અને સર્વેની કાર્યવાહી

અમદાવાદ પશ્ચિમનો રિવરફ્રન્ટ  3.30થી રાત્રિના 10 વાગ્યા સુધી બંધ રહેશે

નાઈટ મેરેથોનને લઈને અમદાવાદ પશ્ચિમનો રિવરફ્રન્ટનો ભાગ બપોરે 3.30 વાગ્યેથી રાત્રિના 10:00 વાગ્યા સુધી બંધ રહેશે, તેમજ સુભાષ બ્રિજ અને અંજલિ સુધીનો રસ્તો ટ્રાફિક માટે ડાયવર્ઝન કરવામાં આવશે. મહત્વનું છે કે નાગરિકોના એન્ટરટેનમેન્ટ માટે ગુજરાતી ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ગુજરાતી ખેલાડીઓ સહિત અનેક સેલિબ્રિટી આ ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારે ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસનો હજારોની સંખ્યામાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

Next Article