અમદાવાદ (Ahmedabad) માં નરોડા (Naroda) વિસ્તારમાં મીની કાંકરિયા સામે epfoની નવી અત્યાધુનિક ઓફિસ (office) બનવા જઈ રહી છે. 1809 ચોરસ/મીટરના વિસ્તારની જમીન પર બનનાર ઓફિસ માટેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) પાસેથી જમીન હસ્તગત કરવામાં આવી હતી છે જેનું ઈ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ (Union Minister Bhupendra Yadav) ના હસ્તે કરવામાં આવ્યું હતું. નરોડામાં પહેલાંથી જ epfoનું પેટા પ્રાદેશિક કાર્યાલય કર્યરત છે. હવે નવી ઓફિસ બનતાં મોટી સંખ્યામાં સભ્યોને રાહત થશે.
કર્મચારી ભવિષ્ય નિધિની નવી બનનાર ઓફિસ બિલ્ડીંગમાં બેઝમેન્ટ પાર્કિંગ સાથે ગ્રાઉન્ડ + 2 માળ હશે. અને આખી ઓફિસ સોલાર પાવર પ્લાન્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. સાથે સાથે ઓફિસ અને પરિસરમાં cctv કેમેરા અને લેન વેનની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે સાથે સાથે વીજળી બચાવવા માટે ગ્રીન બિલ્ડીંગ કોડને અનુસરવામાં આવનાર છે, તેમજ “સુલભ ભારત ઝુંબેશ” હેઠળ નિર્ધારિત ધોરણો શારીરિક રીતે અશક્ત લોકો માટે સરળ ઍક્સેસ બનાવવા માટે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.
Epfoની પ્રાદેશિક કચેરી નરોડાની શરૂઆતમાં 1980ના દાયકામાં મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યો હતો ત્યારે થઇ હતી. 1996માં નરોડાને અમદાવાદ શહેરમાં ભેળવી દેવામાં આવ્યું.આં કચેરીમાં GIDC નરોડા, GIDC કાઠવાડા, GIDC ઓઢવ અને સાબરકાંઠા, બનાસકાંઠા અને જિલ્લાઓમાં કાર્યરત PF સભ્યોને કર્મચારી ભવિષ્ય નિધિ અને પરચુરણ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ લાભો પ્રદાન કરવા માટે 01-09-2000 ના રોજ કચેરીની સ્થાપના પેટા પ્રાદેશિક કાર્યાલય તરીકે કરવામાં આવી હતી.
એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો, નિષ્ણાત સેવાઓ અને ટ્રેડિંગ સંસ્થાઓ આ ઓફિસ હેઠળના મુખ્ય પ્રકારનાં ઉદ્યોગો છે. પ્રાદેશિક કાર્યાલય નરોડા 1.4 લાખ સક્રિય PF સબ્સ્ક્રાઇબર્સ સહિત 5.6 લાખ PF સભ્યોને સેવાઓ પૂરી પાડે છે. આ ઓફિસ 40000 પેન્શનરોને સેવાઓ પણ પૂરી પાડે છે. નરોડા ખાતેની આ ઓફિસ 1980ના દાયકામાં શરૂ થઈ હતી તેથી તેને હવે અપગ્રેડ કરવાનું જરૂરિયાતને પગલે ત્યાં નવી ઓફિસ બનાવવાનું નક્કી કરાયું છે. જેથી તેના સાડા પાંચ લાખ કરતાં વધુ સભ્યોને સગવડતા રહે.
Published On - 12:59 pm, Mon, 14 March 22