Ahmedabad : ખાનગી શાળાઓનું નવું કારસ્તાન, સ્કૂલો રહી બંધ પણ ખર્ચાઓ થઈ ગયા બમણા !

| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:33 PM

ખાનગી શાળાઓએ એફઆરસીમાં ઊંચી ફી મંજુર કરાવવા હાઉસ કિપિંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે.આગામી ત્રણ વર્ષની ફી નક્કી કરવા માટે એફઆરસી દ્વારા ખાનગી શાળાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી.

Ahmedabad : શહેરની ખાનગી શાળાઓએ એફઆરસીમાં ઊંચી ફી મંજુર કરાવવા હાઉસ કિપિંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે.આગામી ત્રણ વર્ષની ફી નક્કી કરવા માટે એફઆરસી દ્વારા ખાનગી શાળાઓ પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. જેમાં ખાનગી શાળાઓએ સાફ સફાઈ અને કચરા-પોતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. ખાનગી શાળાઓએ સ્કૂલના વાસ્તવિક ખર્ચ કરતા અનેક ગણો વધુ ખર્ચ બતાવી ઉંચી ફી ઉઘરાવવા કરસો રચ્યો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. દોઢ વર્ષથી કોરોનાને કારણે શાળાઓ બંધ છે ત્યારે મોટાભાગના ખર્ચાઓ ઓછા થઈ ગયા છે. છતાં પણ ખાનગી શાળાઓએ 2019-20 કરતા પણ વધારે ખર્ચા 2020-21નો બતાવ્યો છે. જેની સામે વાલીઓનો આક્રોશ છે કે FRC કમિટિ જ રદ્દ કરવામાં આવે અને આ રીતે લૂંટતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.