Ahmedabad: મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડાના યુવકે આપઘાત કર્યો

|

Mar 02, 2022 | 6:19 PM

લખનનો પરિવાર જણાવે છે કે મૃતક લખનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી અને સગાઈ તોડવા કહીને મૃતકને સતાવતી હતી જેથી લખનએ આપઘાત કર્યો હતો.

Ahmedabad:  મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડાના યુવકે આપઘાત કર્યો
મંગેતર અને તેના પરિવારજનો પૈસા આપવા દબાણ કરતાં હોવાથી નરોડા યુવકે આપઘાત કર્યો

Follow us on

સામાન્ય રીતે યુવક કે યુવકના પરિવાર તરફથી યુવતી પાસે દહેજ માંગ્યાના કિસ્સા જોયા કે સાંભળ્યા હશે પણ અમદાવાદ (Ahmedabad) ના નરોડા (Naroda)  વિસ્તારમાં યુવતી અને તેના પરિવારે યુવક પાસે પૈસા (money) ની માંગણી કરી એટલું બદાણ કર્યું કે યુવકને આપઘાત (suicide) કરવો પડ્યો છે. ગત 22 ફેબ્રુઆરીના રોજ નરોડા વિસ્તારમાં યુવકના આપઘાતનો કેસ સામે આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા હવે વધુ કલમનો ઉમેરો કરવામાં આવી છે. મંગેતરના ત્રાસને કારણે યુવકે આપઘાત કર્યો હતો.

પરિવારનો આક્ષેપ હતો કે મંગેતર કેનેડા જવા પૈસાની માંગણી કરતી હતી અને અત્યાર સુધી અનેક રકમ પણ લીધી હતી. આમ તો સામાન્ય આપઘાત કેસમાં પણ પોલીસ (Police) મૃતકને ન્યાય ન આપતી હોવાના આક્ષેપ થયા હોવાનું સામે આવતું હોય છે ત્યારે એક યુવકે મંગેતરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટનામાં પણ પોલીસે પુરાવા હોવા છતાંય અનેક દિવસો સુધી મૃતકના પરિવારને ધક્કા ખવડાવ્યા અને આરોપી યુવતીને બચાવવા પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. જોકે મૃતકના પરિવારે કમિશનર સુધી ફરિયાદ કરતા નરોડા પોલીસે ગુનો નોંધવો પડ્યો છે. દીકરાના મોત બાદ અનેક દિવસો થઈ ગયા છતાંય કોઈ કાર્યવાહી નહીં થતાં તેનો પરીવાર હાથ જોડીને ન્યાયની માંગણી કરી રહ્યો છે.

નરોડા વિસ્તારમાં કૈલાશ રોયલ ફલેટના આઈ બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારે એક દીકરો ગુમાવ્યો છે. આ પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને મોત પસંદ કરી લીધું હતું. ત્યારે સવાલ એ થઈ રહ્યો હશે કે સુખી સંપન્ન પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ આત્મહત્યા શુ કામ કરી હશે.

આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

લખનનો પરિવાર જણાવે છે કે મૃતક લખનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી અને સગાઈ તોડવા કહીને મૃતકને સતાવતી હતી.જેથી લખનએ આપઘાત કર્યો હતો.

આ જ કારણ છે કે જેના કારણે 30 વર્ષીય લખન માખીજાએ મધ્યરાત્રીએ જ મોત ને પસંદ કર્યું હતું. મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન મૃતકના જ સામેના એચ બ્લોકમાં રહેતી હતી અને મૃતક લખનની સગાઇ કરી હતી અને આવનારા સમયમાં લગ્ન પણ થવાના હતા પણ એ પહેલા જ લખન માખીજાએ કંટાળી ને આત્મહત્યા કરી લીધી છે અને પરિવારનો આક્ષેપ છે કે જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાને અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી.

પહેલા આઈફોનની માંગણી કરી હતી તો લખને આઇફોન લઈ આવ્યો હતો. ત્યારે બાદ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન ને લેહ-લદાખ ફરવા માટે જવું હતું તો એક લાખ રોકડની માંગણી કરી હતી તો લખને એક લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે ત્યાર બાદ યુવતી વર્ષા ઉર્ફે વંદના જેસવાન વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગણી કરી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને આ બાબતોની જાણ પણ કરાઈ હતી. ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયાં હતાં.

જોકે પોલીસે સ્વરૂપવાન યુવતી પર ગુનો નોંધવાની જગ્યાએ નરોડા પોલીસે મૃતકના પરિવારને અનેક દિવસો સુધી ધક્કા ખવડાવ્યા હતા. પોલીસ આ અંગે સ્વરૂપવાન યુવતી સામે ગુનો નોંધવાના મૂડમાં નહોતી. પણ મૃતકના પરિવારે કમિશનર સુધી રજુઆત કરતા હવે નરોડા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તમામ પુરાવાઓ એકત્ર કરી એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : વિધાનસભાના દસમા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો, દિવંગતોને ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

આ પણ વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

Published On - 6:16 pm, Wed, 2 March 22