AHMEDABAD : ગઈકાલે 30 ઓગષ્ટે જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિરસહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય કૃષ્ણમાય બની ગયું હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જેને નંદોત્સવ કહેવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ઉજવણી બાદ નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાળગોપાલને ભોગ પણ ધરાવવામાં આવે છે.
અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પ્રભુ શ્રીકૃષ્ણની નંદોત્સવ વિધિ યોજવામાં આવી હતી. ભાડજ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નંદોત્સવ વિધિમાં હાજર રહીને પ્રભુના દર્શન કર્યા.ભક્તોએ શ્રીજીનું પારણું ઝૂલાવ્યું હતું “નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયાલાલ કી”ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું.ભાડજ મંદિરમાં કોરોના નિયમોના પાલન સાથે હજારો ભક્તોએ પ્રભુનો જયઘોષ બોલાવ્યો હતો, તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો ઘરે બેઠા ઑનલાઈન દર્શન કરી શકે તેવી પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આજનો દિવસ ઇસ્કોન માટે ખુબ મહત્વનો દિવસ છે. આજના દિવસે ઇસ્કોનના સ્થપા અને વિશ્વભરમાં 125થી વધારે ઇસ્કોન મંદિરની સ્થાપના અને વિદેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણીની પરંપરા શરૂ કરનાર પ્રભુ શ્રીશૈલપાદની 125 મી જન્મજયંતી છે, જેમનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની મન કી બાતમાં પણ કર્યો હતો.
આ પણ વાંચો : NARMADA : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પી