Ahmedabad: પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મેયરની અધ્યક્ષતામાં મળી મળી મહત્વપૂર્ણ બેઠક

|

May 11, 2023 | 12:16 AM

આ્રગામી ચોમાસાની ઋતુ ધ્યાને રાખી શહેરીજનોને ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ હાલાકી ન પડે તે હેતુથી પ્રિમોન્સુન કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મેયરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Ahmedabad:  પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મેયરની અધ્યક્ષતામાં મળી મળી મહત્વપૂર્ણ બેઠક

Follow us on

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અમદાવાદના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી કરવાની થતી પ્રી-મોન્સુન (PreMonsoon) કામગીરી તથા મહત્વના સુચનો અંતર્ગત 10 મે ના રોજ પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા મેયર, સ્ટે. કમિટી ચેરમેન, વિવિધ કમિટીના ચેરમેન, મ્યુનિ. કમિશનર સહિતના વિવિધ વિભાગના ડે. મ્યુનિ. કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. જેમાં મહત્વના સૂચનો કરવામાં આવેલ હતા.

  1. હાલનાં વિસ્તાર તથા નવા ભળેલ વિસ્તારોમાં જરૂરી જગ્યાએ કન્ટ્રોલ રૂમનુ આયોજન કરવુ.
  2. વરસાદી પાણીની કેચપીટની સફાઇ તથા ગટર લાઇનના ડીસીલ્ટીંગની કામગીરી કરાવવી.
  3. વોટર લોગીંગ થતા એરીયામાં પાણી ન ભરાય તેનું આયોજન તથા અસામાન્ય સંજોગોમાં પાણી ભરાય તો તાકીદે પાણીના નિકાલ કરાવવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. અધુરા રોડ રસ્તાના કામો તથા વરસાદી પાણીના નિકાલની લાઇનના નિર્માણાધીન કામો તાકીદે પુર્ણ કરવાનું આયોજન કરાવવુ.
  4. નવી સ્ટ્રીટ લાઇટ કામના ખોદાણ, નવી ડ્રેનેજ લાઇનના ખોદાણ તથા ગેસ કંપની/ ટેલીકોમ કંપની દ્વારા થતા ખોદાણના કામો ચોમાસાની સીઝન દરમ્યાન નાગરિકોને તકલીફ ન પડે તે રીતે કરાવવા તેમજ કરવામાં આવેલ ખોદાણની યોગ્ય પુરાણની ચકાસણી કરાવવી.
  5. Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  6. સ્ટ્રીટ લાઇટ સુચારુરૂપે ચાલુ રહે તથા સ્ટ્રીટ લાઇટ થાંભલા પડવા અને વીજ કરંટથી જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું
  7. વિવિધ અંડરપાસોમાં પાણી ન ભરાય તેવુ આયોજન કરવું તથા અસામાન્ય સંજોગોમાં પાણી ભરાય જાય તો તાકીદે ખાલી કરવાની વ્યવસ્થા ગોઠવવી.
  8. વરસાદી પાણીના નિકાલ સાથે સંલગ્ન વિભાગો જેવા કે ઇજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તથા એસ.ટી.પી વિભાગની કામગીરીનું મોનિટરીંગ કરવું તથા ઇજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તથા એસ.ટી.પી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રહે તે ખાસ ધ્યાન રાખવું.
  9. હેવી ડીવોટરીંગ મશીનરી તથા અન્ય યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવી.
  10. એસ.ટી.પી. વિભાગના સ્ટ્રોમ વોટર સંપ, એસ.ટી.પી. પંપીંગ સ્ટેશનો તથા એસ.ટી.પી. પ્લાન્ટ ની તમામ મશીનરી કાર્યરત છે કે નથી તેનું ચેકીંગ કરવું અને જરૂર જણાય સુએજ પંપો તથા સંલગ્ન મટીરીયલ સ્ટેન્ડ બાય રાખવા.
  11. ચોમાસાની ઋતુમાં પડી ગયેલા વૃક્ષો, હોર્ડીંગ્સ વિગેરે રસ્તા ઉપરની અડચણ રૂપ વસ્તુઓનો તાકીદે નિકાલ કરવો તથા ટ્રાફીક સામાન્ય કરવાની કામગીરીનું આયોજન કરાવવું. નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમીંગ કરાવવું.
  12. તમામ જાહેરાતનાં હોર્ડીંગ્સ ચેક કરવા તથા વાવાઝોડા જેવા સંજોગોમાં જાન-માલનું નુક્શાન ન થાય તકેદારી રાખવી. તેની ઇરીગેશન વિભાગ સાથે સંકલન કરી સાબરમતી નદીમાં પાણીનું યોગ્ય લેવલ જાળવવું. વરસાદી વિજળી થી થતું નુકશાન અટકાવવા યોગ્ય પગલા લેવાનું આયોજન કરવું.રસ્તા પર રખડતા ઢોર- ઢાંખર માટે યોગ્ય વ્યવસ્થા કરવી તથા તેનાથી થતા રોડ અકસ્માત અટકાવવાનું આયોજન કરવું.
  13. જુનાં જર્જરીત ભયજનક મકાનથી થતા જાનમાલના નુકશાન ન થાય તે અંગે ગંભીરતાથી કામગીરી કરાવવી.
  14. ગટર લાઇન તથા ચોખ્ખા પાણીની લાઇનમાં લીકેજ ને કારણે પીવાના પાણીને કારણે ગંદકીને કારણે ફેલાતા રોગચાળાને નાથવાનું આયોજન કરવું.
  15. પીવાના પાણીમાં યોગ્ય કલોરીનેશનનું મોનિટરીંગ,જરૂરી કોરીનની ગાળીઓનું વિતરણ તથા જરૂરી દવા છંટકાવ કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી.
  16. પાણીજન્ય રોગો જેવા કે કોલેરા, કમળો ન ફેલાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી. વાહક જન્ય રોગો જેવા કે મલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા જેવા રોગો શહેરમાં ન ફેલાય તે માટે જરૂરી એવી ઇન્ટ્રા-ડોમેસ્ટીક, એન્ટી-લાર્વલ તેમજ ફોગીંગની સુચારૂ વ્યવસ્થા કરવી.
  17. વોર્ડ દીઠ જરૂરીયાત મુજબ મેડીકલ કેમ્પનું આયોજન કરવું. અ.મ્યુ.કો. સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર તેમજ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને ઈન્ડોર પેશન્ટ માટે આદર્શ સારવારની વ્યવસ્થા ગોઠવવી.
  18. ચાલુ વરસાદ દરમ્યાન ટ્રાફીકનું યોગ્ય મોનીટરીંગ તેમજ જરૂર જણાય ત્યાં યોગ્ય ટ્રાફીક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી.
  19. દૈનિક ધોરણે આદર્શ સફાઇની વ્યવસ્થા કરવી.
  20. સો.વે.મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન તેમજ જાહેર માર્ગની સફાઈનું ખાસ ધ્યાન રાખવું તથા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કચરો કોહવાય તે પહેલા દૂર કરવો. ફુટપાથ પર રહેતા લોકોની જીવન જરૂરી તમામ વ્યવસ્થા રેનબશેરામાં કરાવવી.
  21. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત આંગણવાડી અને સ્કુલોના બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી
  22. બાળકોમાં પર્સનલ હાઇજીન અવેરનેશ લાવવા તેમજ ઇમ્યુનિટી બિલ્ડઅપ માટે જરૂરી પગલા લેવા તથા વરસાદની સ્થિતીને ધ્યાને રાખી યોગ્ય વ્યવસ્થા કરવી.
  23. એ.એમ.ટી.એસ અને બી.આર.ટી.એસ જેવી અમદાવાદની લાઇફ લાઇન સમાન ટ્રાન્સપોર્ટ સેવાઓનું જરૂરી મોનિટરીંગ તેમજ બદલાયેલ રૂટ અને સમયની માહિતીનું અપડેશન અને પબ્લીક એનાઉસમેન્ટ માટે જરૂરી પ્રચાર પ્રસારની વ્યવસ્થા કરવી
  24. ઇમરજન્સી અકસ્માતની ઘટનાના સમયે ફાયર બ્રિગેડ તમામ ફાયર મશીનરી તેમજ કિવક રીસપોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રાખવી. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશમાં નવા ભળેલ વિસ્તારોમાં પ્રી-મોનસુન એકટીવીટીનું અપગ્રેડેશન કરાવવુ.
  25. સમગ્ર ચોમાસાની ઋતુ દરમ્યાન અમદાવાદના નગરજનોની સુખાકારી જળવાઇ રહે તથા કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અ.મ્યુ.કો.ના તમામ વિભાગોએ સંકલનમાં રહી ઘટતી કાર્યાવાહી કરવા અનુરોધ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:09 am, Thu, 11 May 23

Next Article