Ahmedabad: શહેરમાં ચોમાસામાં આંખો આવવાની બીમારી વકરી, સિવિલમાં રોજના 190 થી વધુ કેસો

|

Jul 25, 2023 | 4:21 PM

દર્દીને સામાન્ય સંજોગોમાં આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ આંખો વધુ લાલ થાય અને વધુ અસર જણાય તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં-દવા નાખવી જોખમકારક છે આંખો લાલચોળ થઈ જાય અને ચહેરો સૂજી જાય છે.

Ahmedabad: શહેરમાં ચોમાસામાં આંખો આવવાની બીમારી વકરી, સિવિલમાં રોજના 190 થી વધુ કેસો
Ahmedabad Conjunctivitis Disease

Follow us on

Ahmedabad:કનઝંક્ટીવાઈટીસના(Conjunctivitis)કેસમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં( Civil Hospital)એક દિવસમાં રોજના 190 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં કનઝંક્ટીવાઈટીસ થયા બાદ રિકવર થવાનો છે રેશિયો હતો તે દિવસોમાં પણ વધારો થયો છે એટલે કે કોરોના પહેલા કનઝંક્ટીવાઈટીસના દર્દીને ચાર દિવસથી સાત દિવસમાં આ બીમારીથી મુક્તિ મળતી હતી.

જે હવે સાત દિવસથી દસ દિવસ સુધી આ બીમારી રહેતી હોવાનું જોવા મળ્યું છે એટલું જ નહીં કેટલાક દર્દીઓને સાજા થયા બાદ પણ ફરી વખત આ જ વાઇરસ અસર કરે છે જેના કારણે તેમને ફરીવાર સારવારની ફરજ પડે છે. કોરોના બાદ સ્ટેરોઇડ લીધા હોય તેવા દર્દીઓને આ વાયરસ વધુ સરળતાથી ઇન્ફેક્શન કરતો હોવાનું કેટલાક તબીબો નું માનવું છે એટલું જ નહીં કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે વપરાતા આંખના ટીપા માં પણ સ્ટેરોઇડ વપરાય છે.

જે વધુ માત્રામાં વાપરવામાં આવે તો દ્રષ્ટિ ગુમાવવા સુધીનું જોખમ રહેલું છે માટે તબીબોની સલાહ સિવાય આંખોમાં ટીપા નાખવા જોખમકારક હોવાનું એક્સપર્ટ વ્યક્તિઓ માની રહ્યા છે કનઝંક્ટીવાઈટીસ’ સારવાર-સાવચેતી રાખવની જરૂરિયાત છે.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

ગુજરાતમાં કનઝંક્ટીવાઈટીસે ભરડો લીધો

દર્દીને સામાન્ય સંજોગોમાં આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ આંખો વધુ લાલ થાય અને વધુ અસર જણાય તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં-દવા નાખવી જોખમકારક છે આંખો લાલચોળ થઈ જાય અને ચહેરો સૂજી જાય છે. ગુજરાતમાં કનઝંક્ટીવાઈટીસે ભરડો લીધો, આ 6 વોર્નિંગ સાઈન દેખાય તો તરત ચેતી જાઓ, જાણો ચેપી રોગથી બચવાના ઉપાય

આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી

કનઝંક્ટીવાઈટીસના ચેપ ધરાવતાં દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જેથી અન્ય લોકોને ચેપ લગાવતા અટકાવી શકાય આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વરસાદી માહોલમાં ગુજરાતમાં આંખો આવવાની બીમારી વકરી છે. આ બીમારી એટલે કન્જક્ટિવાઈટીસ.
ચેપી રોગ હોવાને કારણે મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ તેનું વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કનઝંક્ટીવાઈટીસ થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે.

જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી  સમયાંતરે  હાથ અને મો વારંવાર ધોતા રહેવું જોઈએ તેમાં પણ ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ.

કોઈપણ દર્દીને સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

પરિવારના કોઈ સભ્યને કનઝંક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. આ બધી નાની નાની બાબતોમાં દર્દીઓ ખાસ બેદરકાર રહેતા હોય છે .

વાઇરલ કનઝંક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article