Ahmedabad: એટીએમ તોડ્યા વગર જ લાખો રૂપિયાની ઉઠાંતરી કરતી ભેજાબાજ ટોળકી પકડાઈ, જાણો કઈ રીતે કરતા હતા ચોરી

|

Feb 24, 2022 | 6:31 PM

પોલીસ સકંજામાં આવી ગયેલા તમામ આરોપીઓએ ધોરણ 12 કરતા પણ ઓછો અભ્યાસ કર્યો છે. પંરતુ ATM મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહિર છે

Ahmedabad: એટીએમ તોડ્યા વગર જ લાખો રૂપિયાની ઉઠાંતરી કરતી ભેજાબાજ ટોળકી પકડાઈ, જાણો કઈ રીતે કરતા હતા ચોરી
એટીએમ મશીન તોડ્યા વગર જ લાખો રૂપિયાની ઉઠાંતરી કરતી ભેજાબાજ ટોળકી પકડાઈ

Follow us on

એટીએમ મશીન તોડ્યા વગર જ મશીન માંથી રૂપિયા ની ઉઠાંતરી કરતી ગેંગ ને પકડવામાં અમદાવાદ (Ahmedabad)  સાયબર ક્રાઇમ (Cyber Crime) વિભાગ ને સફળતા મળી છે. જોકે પોલીસ (Police) ની પકડમાં ના આવે તે માટે આરોપીઓ મશીનમાં રહેલા તમામ રૂપિયાને બદલે 10 લાખથી વધુ રકમની ચોરી કરતાં નહિ.

પોલીસ સકંજામાં આવી ગયેલા તમામ આરોપીઓએ ધોરણ 12 કરતા પણ ઓછો અભ્યાસ કર્યો છે. પંરતુ ATM મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહિર છે. અમદાવાદ સાયબર ક્રાઇમ એ આ ગેંગના પાંચ આરોપી જેમાં આસામના ગુરદિપ સિંઘ, અમ્રિતપાલ રણજીત સિંઘ, કરછ અંજારના નિલદિપ સોલંકી, રવિ સોલંકી, અને પંજાબના સંદિપસિંઘ કુલદિપ સિંઘની ધરપકડ કરી છે.

આરોપી ઓ NRC નામની કંપનીના ATM મશીન ટાર્ગેટ કરતા હતા અને એક ચાવીથી મશીનનો એક ભાગ ખોલી દેતા. તેમાં રેસબરી પાઈ નામનુ ડિવાઇસ કનેક્ટ કરતા હતાં. જેથી મશીનમાં થતી તમામ કામગીરી આ ડિવાઇસમાં ઓપરેટ કરી શકાય. બાદમાં કોઈ પણ ATM કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા. જો કે આ ડિવાઇસથી એવી સિસ્ટમ ઉભી કરતા હતા જેથી એક ટ્રાન્જેક્શનમાં કોઈપણ દરની 40 નોટ મશીનમાંથી નીકળી શકે. આરોપીઓએ ગુજરાતમાં અમદાવાદમાંથી એ ટી એમ મશીનમાંથી 7મી તારીખે 8.30 લાખ, 5મી તારીખે રાજકોટમાંથી 13.80 લાખ, અને 22 મી તારીખે બરોડામાંથી 10 લાખની ઉઠાંતરી કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આરોપીઓ દિલ્હીના એક આરોપી સાથે સંપર્કમાં હતા. જે આરોપી અગાઉ ગુજરાત આવ્યો હતો અને આ તમામ આરોપીઓને એટીએમ મશીનમાં આ ડિવાઇસથી કેવી રીતે રૂપિયાની ઉઠાંતરી કરી શકાય તેની તાલીમ આપી હતી. કરછ અંજારના આરોપીઓ મુખ્ય આરોપીને અલગ અલગ બેન્કના એ ટી એમ ના ફોટો મોકલી આપતા હતા. જેના આધારે તેઓ લોકેશન જોઈને એ ટી એમ મશીનને ટાર્ગેટ કરતા હતા. જો કે પોલીસની પકડમાં ના આવે તે માટે તેઓ સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી દેતા હતા. પકડાયેલ આરોપીમાંથી એક આરોપી અગાઉ દિલ્હી પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનુ પોલીસ તપાસના સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગેંગના અન્ય આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીના બનાવને અંજામ આપ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ વલસાડઃ વાપીમાં બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ફરી પ્રદુષણ ઝોનમાં આવવાનું જોખમ

આ પણ વાંચોઃ Jamnagar: ખીજડિયા પક્ષી અભ્યારણમાં 1 લાખથી વધુ પક્ષીઓ, પક્ષી ગણતરીમાં 276 પ્રકારની જાતો નોંધાઈ

Next Article