અમદાવાદ(Ahmedabad)શહેરમાં પરિવહન (Transport)સેવાને વધુ સુચારું બનાવવા માટે આકાર પામી રહેલી મેટ્રો રેલનું(Metro Rail)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં લોકસભામાં(Loksabha)આપવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું 80 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. તેમજ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન વર્ષ 2022ના જૂન માસમાં દોડતી થઈ જવાની શક્યતા છે.
જેમાં હાલ શહેરમાં પ્રથમ અને બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા તબક્કાનું કામ 6.50 ટકા પૂરું થયું છે. જ્યારે બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડશે તેવી માહિતી મંત્રીએ લોકસભામાં આપી હતી.
અમદાવાદમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે.
જેમાં કર્ણાટકના સાંસદ સુમલથા અંબરીશ અને કોંગ્રેસના સાંસદ ડી. કે. સુરેશે મેટ્રો રેલની કામગીરી અંગે પૂછેલા સવાલના જવાબમાં હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યમંત્રી કૌશલ કિશોરે મેટ્રો રેલની કામગીરીની પ્રગતિ વિશે માહિતી રજૂ કરી હતી, જેમાં ગુજરાતમાં અમદાવાદની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે.
સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે
જેમાં અનુપમ એપરલ પાર્કથી શાહપુર સુધી 6.6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ બની ગયો છે. જેમાં કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. હાલમાં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યારે સાબરમતી નદી પરથી પણ મેટ્રો બ્રિજ પસાર થશે,
આ 298 મીટર લાંબો આ બ્રિજ અત્યાધુનિક પદ્ધતિથી બનાવાયો છે. જે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને આ બ્રિજ જોડે છે. અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરીને છેલ્લો ટચ અપાઇ રહ્યો છે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોરમાં 17 સ્ટેશન
જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો કોરિડોરમાં 17 સ્ટેશન છે. જેમાં નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી, એેપરલ પાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર, ઓલ્ડ હાઇકોર્ટ, સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ સ્ટેશન વગેરે સ્ટેશનો રહેશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ દળના 105 તાલીમાર્થી PIની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ, CMએ શ્રેષ્ઠ અધિકારીઓને સન્માનિત કર્યા
આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, અમે ભલે ખોટા નિર્ણયો લીધા હોય, પરંતુ અમારો ઈરાદો ક્યારેય ખોટો નહોતો
Published On - 4:32 pm, Fri, 17 December 21