Ahmedabad :  વ્યાજખોરો વિરુદ્ધ યોજાયો પોલીસનો મેગા લોક દરબાર, ગૃહમંત્રી હર્ષ સંધવી મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા

|

Jan 27, 2023 | 7:08 PM

ગુજરાત સરકારે શરૂ કરેલા વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન અંતર્ગત અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરુદ્ધ મેગા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તાર પ્રમાણે અરજદાર ડીસીપીને મળીને વ્યાજખોર સામે રજૂઆત કરી હતી.જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Ahmedabad :  વ્યાજખોરો વિરુદ્ધ યોજાયો પોલીસનો મેગા લોક દરબાર, ગૃહમંત્રી હર્ષ સંધવી મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા
Ahmedabad Police Lok Darbar

Follow us on

ગુજરાત સરકારે શરૂ કરેલા વ્યાજખોરો વિરુદ્ધના અભિયાન અંતર્ગત અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરુદ્ધ મેગા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તાર પ્રમાણે અરજદાર ડીસીપીને મળીને વ્યાજખોર સામે રજૂઆત કરી હતી.જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીની સાથે સ્ટ્રીટ વેન્ડરને નાણાં મેળવા માટે પ્રધાનમંત્રી અને અન્ય યોજનાઓ અંતગર્ત બેંક લોન મળી રહે જેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને માહિતી પૂરી પાડી હતી અને આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવી મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા હતા.

સ્પેશિયલ ડ્રાઇવમાં 122 જેટલી અરજીઓ મળી હતી

5 થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 122 જેટલી અરજીઓ મળી હતી જેમાં 47 ગુનાનો નોંધી વ્યાજખોરોની ધરપકડ કરી હતી.જેમાં વ્યાજખોરો માટે ફરિયાદ કરવા 160 પેટીઓ મુકવામાં આવી હતી.જેમાં અત્યાર સુધી માત્ર 7 અરજીઓ આવી છે જેમાં પોલીસ કમિશનર કચેરીમાં ચાર અરજી અને નરોડા અને વેજલપુરમાં 1 અરજી આવી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વ્યાજખોરી લઈ પોલીસની કામગીરી

  • 47 જેટલાં ગુના નોંધાયા
  • 70 જેટલાં આરોપીઓ પકડાયા
  • 122 જેટલી અરજીઓ આવી
  • 54 જેટલાં લોકદરબાર યોજાયા
  • 3730 જેટલાં લોકો લોક દરબારમા આવ્યા

10,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આ બેન્ક દ્વારા આપવામાં આવી

સ્ટ્રીટ વેન્ડરને સરળતાથી લોન મળી રહે તે પ્રકાર નું શહેર પોલીસે આયોજન કર્યું.. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધ યોજના હોય કે અન્ય સરકારી યોજનાઓ અંગેની માહિતી બેન્ક કર્મીઓ દ્વારા આ મેગા લોકદરબારમાં આપવામાં આવી.જેમાં 9 જેટલી બેંકો જોડાઈ હતી અને 10,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આ બેન્ક દ્વારા આપવામાં આવી રહી છે.

લારી ગલ્લા વાળાઓ લોન મેળવી લે અને વ્યાજખોરો ચૂંગલ માંથી બચી શકે

આ લોનની પ્રોસેસમાં સૌથી મહત્વની વાત જો કરવામાં આવે તો સરકારી યોજનાઓ હેઠળ જે લોન આપવામાં આવે છે.જેમાં ઓછા અને સરળ વ્યાજદરે લોન મળી રહે છે. તેની તમામ પ્રકારની માહિતી આ મેગા લોકદરબારમાં આપવામાં આવી.આ અભિગમ પાછળનો એક માત્ર ઉદેશ્ય છે કે નાના વેપારીઓ જેવા કે સ્ટ્રીટ વેન્ડર કે પછી લારી ગલ્લા વાળાઓ લોન મેળવી લે અને વ્યાજખોરો ચૂંગલ માંથી બચી શકે.

પોલીસ કમિશ્નરે પીડિતને સાંભળ્યા

લોક દરબારમાં પોલીસ કમિશનરને અનેક પીડિત લોકો મળ્યા. જેમણે તમામ બાબતની રજુઆત કરી અને પોલીસ કમિશનરે તેઓને સાંભળ્યા.અમદાવાદ પોલીસની હદ ન લાગતી હોવા છતાંય પોલીસે મદદ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો.જેમાં બોપલમાં રહેતા મહેન્દ્રભાઈ આજથી 6 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેનું 10 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજ નક્કી કરેલું હતુ.

વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માંગ કરી હતી

જેમા વ્યાજની નહિ ભરી શકતા વ્યાજખોરો પઠાણી ઉધરાણી શરૂથતાં તેમની પુત્રવધુ આત્મહત્યા કરી લીધી હતી.આ વૃદ્ધ પોતાની વ્યાજખોરોની વેદના જાણવા માટે પોલીસ કમિશનર મળ્યા હતા પરંતુ બોપલ પોલીસની હદ ગ્રામ્યમાં આવતી હોવાથી પોલીસ કમિશનર દ્વારા ગ્રામ્ય એસપી સંપર્ક કરાવ્યો હતો.પોલીસની આ કામગીરી વૃદ્ધએ ખુશી વ્યક્ત કરી હતી વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માંગ કરી હતી.

ડાયરી સિસ્ટમે વ્યાજના 10 ટકા થી વધુ વસુલ કરતા હતા

પોલીસના વ્યાજખોરના મેગા કેમ્પમાં દરેક ઝોનના DCP,ACP અને પીઆઇ હાજર રહ્યા હતા. ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક શાકભાજીના ફેરિયાએ વ્યાજખોર ના ત્રાસ અને દરરોજ ના કલેક્શનની રજુઆત કરી હતી.જેમાં દરરોજના વ્યાજના પૈસા લઈ જાય જે ડાયરી સિસ્ટમે વ્યાજના 10 ટકા થી વધુ વસુલ કરતા હતા.

રજુઆત સાંભળી પોલીસે તપાસ શરૂ કરી

જેથી પોલીસે તરત જ એક્શન લઈને વ્યાજખોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ત્યારે દાણીલીમડા વિસ્તારમાં રહેતા નિવૃત IRS કિશોર ચાવડા નામના વૃદ્ધએ પોતાની ફરિયાદ કરી હતી જેમાં પોતાના પુત્ર 3.30 કરોડ વ્યાજે લીધા હતા..જે 3 કરોડ ચૂકવી દીધા છતાં પણ 2.30 કરોડ વ્યાજ માંગી રહ્યા છે.જેની રજુઆત સાંભળી પોલીસે તપાસ શરૂ કરી છે.

વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી બાદ હવે લોકોને તેમનાથી બચાવવા પોલીસ દ્વારા વધી 3 દિવસનું મિશન શરૂ કરવામાં આવ્યું છે.. જેમાં હવે પોલીસે દરેક ફેરિયા ને મળીને બેન્ક લોન અને યોજનાઓને લઈને માહિતગાર કરશે.

આ પણ વાંચો :  ગુજરાતી વીડિયો : અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, વિદેશી દારૂના જથ્થાના સાથે 10 આરોપીઓની ધરપકડ, જુઓ Video

Published On - 5:46 pm, Fri, 27 January 23

Next Article