Ahmedabad : કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ, તૈયારીઓની સમીક્ષા કરાઇ

અમદાવાદ(Ahmedabad)જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર (Collector) સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી

Ahmedabad : કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ, તૈયારીઓની સમીક્ષા કરાઇ
Ahmedabad Collector Office
Image Credit source: File Image
| Edited By: | Updated on: Sep 24, 2022 | 7:25 PM

અમદાવાદ(Ahmedabad)જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર (Collector) સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને ચૂંટણી કામગીરી અન્વયે અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.(Election Management)વધુમાં મતદાન જાગૃતિના કાર્યકમો પણ વિશેષ સંખ્યામાં યોજવા સૂચના આપી હતી. ઉપરાંત ચૂંટ્ણી સંદર્ભે અનુભવી અધિકારીઓને સાથે રાખી તમામ કામગીરીનું સુચારૂ આયોજન થાય તથા યોગ્ય વ્યવસ્થા જળવાઇ રહે તે મુજબ વિગતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ નોડલ અધિકારીઓને વિભાગવાર કામગીરીની વહેંચણી મુજબ જે તે નોડલ અધિકારીની જવાબદારી હેઠળ આવતી કામગીરી અંગે અત્યારથી વિગતે અભ્યાસ કરી, જાણકારી મેળવી સંલગ્ન તૈયારીઓ કરવા જણાવ્યું હતું.આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે ખર્ચ મોનિટરિંગ, મેન પાવર મેનેજમેન્ટ, ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ તથા કાયદો અને વ્યવસ્થા , આચારસંહિતા ટ્રેનિંગ મેનેજમેન્ટ તથા મટીરીયલ મેનેજમેન્ટ, બેલેટ પેપર/ડમી બેલેટ/પોસ્ટલ બેલેટ,મીડિયા, CCTV &વેબકાસ્ટિંગ, કોમ્પ્યુટરાઈઝેશન, હેલ્પલાઇન તથા ફરિયાદ નિકાલ, SMS મોનિટરિંગ અને કોમ્યુનિકેશન પ્લાન, વેલફેર, SVEEP,PwD,સ્થળાંતરિત મતદારો, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, નિવાસી અધિક કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Published On - 7:23 pm, Sat, 24 September 22