15 ઓગસ્ટ(15th August) ભારતનો સ્વતંત્રતા દિવસ છે અને આ સ્વતંત્રતા દિવસને આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) હેઠળ રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે અમદાવાદમાં(Ahmedabad)એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ તથા તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15મી ઓગસ્ટે વીન્ટેજ કારની (Vintage Car Drive) વિશાળ ડ્રાઇવ યોજાશે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમદાવાદની ખુબ જ કીમતી અને આઇકોનિક કાર દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ હીસ્ટોરીક ડ્રાઈવમાં મર્સિડીઝ અને અન્ય વિન્ટેજ કાર જોડાશે.આ કાર ડ્રાઇવમાં 30 થી વધુ વિંટેજ કાર અને 10 મોટરસાયકલ જોડાશે.આઝાદી કા અમૃત મહોત્સવ અને 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે સૌ પ્રથમ એલીસબ્રીજ જિમખાના ખાતે ભારત દેશના પૂર્વ જવાનોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે ત્યાર બાદ આ ડ્રાઇવનું આયોજન કરાશે. એલિસબ્રિજ થી શરુ થઈ ગાંધીનગરનાં ગિફ્ટ સિટી સુધી આ રેલી પહોચશે જે 60 કિમી સુધી યોજાશે.
એલિસ બ્રિજ જીમખાનાથી શરૂ થયેલી આ કાર ડ્રાઈવ ચિરાગ મોટરથી પરિમલ ચાર રસ્તા અને ત્યાંથી સીધી રોડ ત્યારબાદ પંચવટી ક્રોસ રોડ થઈને સ્વસ્તિક ચાર રસ્તા ના માર્ગે કોમર્સ છ રસ્તા થઈ સેપ્ટ યુનિવર્સિટી અને ત્યાંથી વિજય ચાર રસ્તા – મેમનગર ફાયર સ્ટેશનથી લોયોલા સ્કૂલ ખાતે પહોંચશે જ્યાં શાળાના વિદ્યાર્થીઓને તમામ વિન્ટેજ કાર બતાવવામાં આવશે અને ઉત્સાહ વધારવામાં આવશે. ત્યાંથી રવાના થઈ વિજય ચાર રસ્તા- ગુજરાત યુનિવર્સિટી- LDકોલેજ – પાંજરા પોળ -IIM-વસ્ત્રાપુર – ગુરૂદ્વારા – એક્રોપોલિસ મોલ અને ત્યાંથી ગાંધીનગર જશે.
માનવું છે કે આવા પ્રકારના આયોજનથી લોકોના ઉત્સાહમાં વધારો થશે અને આઝાદીના 75 માં વર્ષ એટલે કે અમૃત મહોત્સવ નિમિત્તે આ પ્રકારનું આયોજન એકતા નું પ્રતિક સાબિત થશે. છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાના કારણે આવા પ્રકારના કોઈપણ જાહેર કાર્યક્રમો થયા નથી જ્યારે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે ત્યારે આ વિન્ટેજ ડ્રાઈવ ફરી એક વખત સામાજિક સમરસતામાં વધારો કરશે
Published On - 5:23 pm, Fri, 12 August 22