
અમદાવાદમાં (Ahmedabad) ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના સામે આવી છે. વહેલીસવારે લાગેલી આ આગ (Fire) પર હાલ કાબુ મેળવી લેવાયો છે. સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભીષણ આગની લપેટમાં 19 જેટલા ઝુંપડા આવી ગયા હતા, તો આગને પગલે 6 ગેસ સિલિન્ડર (Gas cylinder) પણ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 7 થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવાયો છે, જો કે આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.
ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો, 6 સિલિન્ડર થયા બ્લાસ્ટ#gascylinderblast #fire #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/yduVy1Zzat
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
થોડા દિવસ પહેલા અમદાવાદમાં મોની હોટેલ પાસે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. રાણી સતી એસ્ટેટ પાસે વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગી હતી. જેમાં દિલસાજ ખાન નામની વ્યક્તિ દાઝી હતી. જેને હોસ્પિટલ (Civil hospital) ખસેડાતા સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો.
(વીથ ઈનપૂટ- દર્શન રાવલ, અમદાવાદ)