કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે છે. નવનીતભાઈ આમ તો પ્લાસ્ટીકના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કેન્સર હોસ્પીટલના જ ડોક્ટર અને પદ્મશ્રી ડો.પંકજ શાહ તેમજ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેમને પ્રેરણા થયેલી કે […]

કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે
| Edited By: | Updated on: Apr 07, 2019 | 3:46 PM

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે છે.

નવનીતભાઈ આમ તો પ્લાસ્ટીકના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કેન્સર હોસ્પીટલના જ ડોક્ટર અને પદ્મશ્રી ડો.પંકજ શાહ તેમજ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેમને પ્રેરણા થયેલી કે પોતાને જરૂર પુરતું કમાઈ લીધા પછી જનસેવાના કામ ભક્તિના માધ્યમથી કરીશ. આશરે 15 વર્ષ પહેલાના ગુરૂવારે કેન્સર હોસ્પીટલમાં તેમણે ભજન-કિર્તન કેન્સરના દર્દીઓ સાથે બેસીને કર્યા. જેનાથી દર્દીઓને રાહત મળી અને માનસીક સાંત્વના મળી. ત્યારથી દર મહિનાને એક ગુરૂવારે નિયમીત રીતે નવનીતભાઈ તેમના સાથી અને મિત્રોની ટીમ સાથે કેન્સર હોસ્પીટલ જાય છે.

TV9 Gujarati

 

કેન્સરના દર્દીઓ તેમજ સંબંધીઓ સાથે બેસીની ભજન કિર્તન કરે છે. વધુમાં જરૂરીયાત મંદોને ફળ અને અન્ય વસ્તુઓનુ વિતરણ પણ કરે છે. નવનીતભાઈનું કહેવું છે કે દર્દીઓને દવા કરતા માનસીક શાંતીની જરૂર વધારે હોય છે ત્યારે અમને અને દર્દીઓને ભજન કિર્તનથી રાહત થાય છે તેથી અમે આ કામ કોઈપણ અપેક્ષા વગર કરીએ છીએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]