અમદાવાદ (Ahmedabad) માં બે બાળકોના પિતાને ઓનલાઈન (Online) ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી છે. મિત્રતા કરી એક ટોળકીએ મળવા બોલાવતા આ યુવક ગયો હતો અને બાદમાં શખ્સોએ માર મારી લૂંટી લીધો હતો અને ઓનલાઈન એક લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે પોલીસ (Police) ત્રણ આરોપીને ઝડપી લીધા છે.
હનીટ્રેપ બાદ હવે પૈસા પડાવવાની નવી ટ્રિક સામે આવી છે. આરોપીઓ પહેલા ગે ચેટિંગ એપ (chatting app) થી સમલૈંગિક યુવકોને રિકવેસ્ટ મોકલે છે. બાદમાં વાતચીત કરી મિત્રતા કેળવે છે અને ત્યાર બાદ મળવા બોલાવે છે. મળવા આવનાર માણસને અકાંત જગ્યા પર લઈ જવાય છે અને ત્યાર બાદ ધમકાનીને પૈસા પડાવવામનો ખેલ શરૂ કરાય છે.
આ કેસમાં પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા છે. આ આરોપી (Accused) પાસે કોઈ કામધંધો ન કરતા હોવાથીલોકોને ધમકાવવાનો અને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓ પહેલા ગે ચેટિંગ એપથી સમલૈંગિક યુવકોને રિકવેસ્ટ મોકલે છે. આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરનારની સાથે પહેલાં સારી વાતો કરી વિશ્વાસમાં લેવાય છે. ત્યારે બાદ મળવા બોલાવાય છે.
યુવાન જ્યારે આ આરોપીને મળવા જાય છે ત્યારે મળવા બોલાવનારની સાથે તેના અન્ય મિત્રો એટલે કે આ ગુનાના અન્ય આરોપીઓ ત્યાં જ હાજર હોય છે. આ લોકો યુવકને એકાંત વાળી જગ્યા પર લઈ જાય છે. એકાંતવાળી જગ્યાએ પહોંચીને તુરંત જ તેઓ માર મારવા લાગે છે. અને યુવક પાસેથી પૈસા ની માંગણી કરે છે. યુવક સાથે બળજબરાઈ એવી રીતે કરે છે કે જો પૈસા ન આપે તો તેની પાસે ડિજિટલ પેમેન્ટ કરાવે છે.
પોલીસે જણાવ્યું કે આવી ટોળકીનો ભોગ બનેલા બે લોકો હાલ સામે આવ્યા છે. જેમાં એક પાસે એક લાખ અને અન્ય પાસે 50 હજારથી વધુની રકમ આરોપીઓએ પડાવી લીધી છે. પકડાયેલ આરોપીઓ એવું માનતા હતા કે સમલૈંગિક વ્યક્તિઓ બદનામીના ડરથી કોઈ ફરિયાદ કરતા નથી.
જોકે ઘાટલોડિયાના યુવકે આ હિંમત કરી અને ફરીયાદ કરતા આરોપીઓની કરતૂત સામે આવી અને ઝડપાઇ ગયા. તમામ આરોપીઓ મોજશોખ માટે આ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવી ચુક્યા છે. આશરે દસથી વધુ ભોગ બનનાર હોવાનું સામે આવ્યું છે. જે તમામ લોકોની ફરિયાદ આધારે આગામી કામગીરી પોલીસ હાથ ધરશે.
આ પણ વાંચોઃ વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?
Published On - 4:31 pm, Sun, 13 February 22