Ahmedabad : આ હોસ્પિટલ જોઇને આપને લાગશે નહીં કે સિવિલના વોર્ડ છે, ત્રીજી લહેર સામે બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર

|

Jun 14, 2021 | 9:22 PM

Ahmedabad : કોરોનાના કેસ હાલ ઘટ્યા છે પરંતુ બીજી લહેર દર્દીઓ માટે ઘાતક રહી હતી. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈ તબીબોમાં શક્યતાઓ સેવાઇ રહી છે. અને આ સંભાવનાઓને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે.

Ahmedabad : આ હોસ્પિટલ જોઇને આપને લાગશે નહીં કે સિવિલના વોર્ડ છે, ત્રીજી લહેર સામે બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર
સિવિલમાં બાળકો માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર

Follow us on

Ahmedabad : કોરોનાના કેસ હાલ ઘટ્યા છે પરંતુ બીજી લહેર દર્દીઓ માટે ઘાતક રહી હતી. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈ તબીબોમાં શક્યતાઓ સેવાઇ રહી છે. અને આ સંભાવનાઓને જોતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે. અને બાળકોની સારવાર માટે 300 બેડ વધારવામાં આવ્યા છે. અને, ડૉક્ટર્સ સહિત નર્સિંગ અને મેડિકલ સ્ટાફને ટ્રેનિગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતાને લઈ બાળકો માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના 300 બેડ વધારવામાં આવ્યા છે. જેમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવાયું છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જે. પી. મોદી જણાવે છે કે પ્રતિરોજના 50થી 60 મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. 300 બેડની કેપેસિટી ના નોમ્સ પ્રમાણે તમામ સ્ટાફને ટ્રેનિગ અપાશે. આ ઉપરાંત GMSCL દ્વારા 150 વેન્ટિલેટર સપ્લાય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાશે. હાલ સિવિલ હોસ્પિટલમાં NICU અને PICU ના 45-45 વેન્ટિલેટરથી બેડ તૈયાર કરાયા રાખવામાં આવ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ત્રીજી લહેર સામે બાળકો માટે સિવિલમાં વોર્ડ તૈયાર કરાયો

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડો. બેલાબેનએ જણાવ્યું કે મેડીકલ સ્ટાફ માટે તૈયાર કરાયેલ ટ્રેનિગ મોડ્યુલ અંતર્ગત ટ્રાયએજમાં બાળક આવે ત્યાંથી લઈ તેની ક્યાં પ્રકારની ટ્રીટમેન્ટ કરવી, બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા નાનું બાળક હોય તો NICUમાં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિગ દરમિયાન શીખવવામાં આવશે. બાળકોને કઈ રીતે ડ્રગ આપવી, શું મોનિટર કરવાની તે નાની વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવશે.

સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વિશેષ વોર્ડ તૈયાર

જો બાળક વેન્ટિલેટર પર હોય તો ક્યાં પેરામીટર જોવાના તે તમામ બાબતો શીખવવામાં આવશે. 100 મેડીકલ ઓફિસરની પણ મદદ લેવામાં આવશે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના પેરન્ટ્સ ને રાખવું પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાય તે વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે બાળક સાથે તેની માતાને રાખવામાં આવે છે તે માટે વેકસીન લીધી છે કે કેમ તે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવશે.

મહત્વનું છે કે ત્રીજીવેવ આવે તે પહેલાં દરેક માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને અચૂક વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.

Published On - 8:47 pm, Mon, 14 June 21

Next Article