અમદાવાદ લો-ગાર્ડન ખાતે લારી-ગલ્લા શરૂ કરવા મહિલાઓનું વિરોધ પ્રદર્શન યથાવત

|

Oct 17, 2021 | 2:14 PM

અમદાવાદના લો ગાર્ડન ખાતે છેલ્લા 45 દિવસથી લારી-ગલ્લા બંધ હોવાથી ધારકોએ વિરોધ દર્શાવ્યો છે. તેમજ લો ગાર્ડન ખાતે લારી ગલ્લા ચાલુ કરવા તંત્રને રજુઆત કરી છે.

અમદાવાદના(Ahmedabab)લો ગાર્ડન(Law Garden)ખાતે લારી-ગલ્લા ધારક મહિલાઓનું(Women) વિરોધ પ્રદર્શન(Protest) યથાવત છે. જેમાં છેલ્લા 45 દિવસથી લારી-ગલ્લા બંધ હોવાથી ધારકોએ વિરોધ દર્શાવ્યો છે અને લો ગાર્ડન ખાતે લારી ગલ્લા ચાલુ કરવા તંત્રને રજુઆત કરી છે. તો આ તરફ છેલ્લા ત્રણ દિવસથી નવરંગપુરા પોલીસ સ્ટેશને એક વ્યક્તિને વિરોધ કરતા અટકાયત કરીને ગોંધી રાખવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ પાથરણાવાળા ઓનો ધંધો લાંબા સમયથી બંધ રહેતા આ લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. આ પાથરણા બજારના સંચાલકો ઘર કેમ ચલાવવું તેની વિમાસણમાં મૂકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર બાદ અનેક બજારો બંધ કરાવવામાં આવ્યા હતા. જો કે આ બજારો ધીરે ધીરે ફરી ખૂલવા લાગ્યા છે. તેમજ લોકો ધીરે ધીરે પોતાના ધંધા રોજગારને સેટ કરવા જઇ રહ્યા છે. તેવા સમયે અમદાવાદના લો -ગાર્ડન પાથરણા બજાર છેલ્લા 45 દિવસથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ સ્થળે પોતાનો ધંધો રોજગાર કરતાં લોકો બેકાર બન્યા છે.

તેવા સમયે આ પાથરણા બજારમાં ધંધો કરતાં આ લોકોની માંગ છે કે તેમને આ વિસ્તારમાં ફરી ધંધો શરૂ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે તેમજ તહેવારોના દિવસો દરમ્યાન તે પણ રોજીરોટી કમાવીને તેમના પરિવારની જરૂરિયાત પૂર્ણ કરી શકે. તેમજ પાથરણા બજાર બંધ થતાં તેવો બેકાર બન્યા છે અને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં હવે 14 હોલમાં જ થશે કોરોના વેકસીનેશનની કામગીરી, અન્ય હોલ ભાડે અપાશે

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ

 

Next Video