Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ

Ahmedabad : કોરોનાને કારણે અનેક વેપાર ધંધા પર અસર પડી છે. જેમાં સૌથી વધુ અસર ખાણીપીણી બજાર કે જે રાત્રી સમય દરમિયાન ચાલે છે તેને પડી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad : લો ગાર્ડન હેપી સ્ટ્રીટના વેપારી એસોસિએશનની amcને રજુઆત, કોરોના સમયના ભાડા માફ કરવા માગ
હેપ્પી સ્ટ્રીટ, અમદાવાદ
| Edited By: | Updated on: Jun 23, 2021 | 4:39 PM

Ahmedabad : કોરોનાને કારણે અનેક વેપાર ધંધા પર અસર પડી છે. જેમાં સૌથી વધુ અસર ખાણીપીણી બજાર કે જે રાત્રી સમય દરમિયાન ચાલે છે તેને પડી હોવાનું સામે આવ્યું છે. કેમ કે કોરોના કારણે લોકડાઉનમાં તમામ વેપાર બંધ રહ્યા અને બાદમાં જ્યારે છૂટછાટ મળી તો રાત્રિ કર્ફયૂના કારણે રાત્રી બજાર બંધ રાખવા પડ્યા. જેના કારણે રાત્રી બજારો પર સૌથી વધુ અસર પડી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ કે જે રાત્રી બજાર છે. અને હાલમાં કર્ફયૂના કારણે સૌથી વધુ અસર તેને પડી છે. ત્યારે હેપી સ્ટ્રીટના વેપારીઓએ amcને દોઢ વર્ષથી ધંધા બંધ રહ્યા તે સમયના ભાડામાંથી મુક્તિ આપવા માંગ કરી છે. જે કામ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયું છે. મોટા ભાગે ભાડા માફી મંજુર થાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. પણ તેની સતાવાર જાહેરાત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી મળ્યા બાદ જાહેર કરાશે. અને જો તેમ થાય તો હેપી સ્ટ્રીટના વેપારીઓને સૌથી મોટી રાહત મળી શકશે.

મહત્વનું છે કે હેપી સ્ટ્રીટ શરૂ થઈ તે પહેલાં મોટી સંખ્યામાં લોકો ત્યાં વેપાર ધંધા કરતા હતા. જોકે હેપી સ્ટ્રીટ શરૂ થયા બાદ ટેન્ડર બહાર પાડી માત્ર 27 થી 28 લોકોને જ મંજૂરી અપાઈ છે. જેના મળી અંદાજે 1 હજાર લોકો નભે છે. જેથી તે તમામ પર તેની અસર જોવાઇ છે. જોકે આ નિર્ણય લેવાથી વેપારીઓ સાથે પરિવારને રાહત મળશે. જે આવતી કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પરથી સ્પષ્ટ થશે.

Published On - 4:37 pm, Wed, 23 June 21

Follow Us
Loading...
Unable to load recommendations.