Ahmedabad: નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો, દવાઓની બજાર કિંમત 20 કરોડ જેટલી

|

Apr 23, 2023 | 6:31 PM

અમદાવાદના ચાંગોદરમાં એક ગોડાઉનમાં નશામાં વપરાતી દવાઓનો જથ્થો હોવાની માહિતીના આધારે કેન્દ્રીય નાર્કોટીક્સ બ્યુરોની ટીમે દરોડા પાડયા હતા અને એક કરોડથી વધુ દવાનો જથ્થો પકડી પાડયો હતો. જે દવાનો પકડી પાડવામાં આવ્યો છે તેમાં alprazolam અને Tramadol નામની દવાનો જથ્થો પકડાયો છે.

Ahmedabad: નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપાયો, દવાઓની બજાર કિંમત 20 કરોડ જેટલી

Follow us on

ગુજરાતને બરબાદ કરનાર નશાનો કાળો કારોબાર ફરીથી સામે આવ્યો છે. ઉંઘ અને પેઈન કિલર તરીકે વપરાતી દવાઓ હવે નશો કરવા માટે વપરાઈ રહી છે. ગુજરાતના બજારોમાં આવી દવાઓ પહોંચે તે પહેલાં જ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા દવાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. નશા માટે ઉપયોગમાં લેવાતી એક કરોડથી વધુ દવાઓ જેની અંદાજીત બજાર કિંમત 20 કરોડ જેટલી થાય છે જે પકડી પાડવામાં આવી છે.

અત્યાર સુધી નશો કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓનું સેવન કરતા કિસ્સાઓ સામે આવ્યા છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયથી આયુર્વેદિક કફ સિરપના નામે ખુલ્લેઆમ વેચાતી સીરપથી લોકો નશો કરતા કિસ્સાઓ સામે આવ્યા છે પણ હવે અલગ અલગ દવાઓ પણ નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે અને તેનું સૌથી વધુ પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું છે.

આ  પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના તબીબોને 5 મહિનાના બાળકના મોઢાના ટ્યુમરની જટીલ સર્જરીમાં મળી સફળતા, 95 ટકા મોઢામાં ફેલાયેલુ હતુ ટ્યુમર

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

અમદાવાદનાં ચંગોદરમાં એક ગોડાઉનમાં નશામાં વપરાતી દવાઓનો જથ્થો હોવાની માહિતીના આધારે કેન્દ્રીય નાર્કોટીક્સ બ્યુરોની ટીમે દરોડા પાડયા હતા અને એક કરોડ થી વધુ દવાનો જથ્થો પકડી પાડયો હતો. જે દવાનો પકડી પાડવામાં આવ્યો છે તેમાં alprazolam અને Tramadol નામની દવાનો જથ્થો પકડાયો છે જેને લોકો નશા માટે ઉપયોગ કરતા હતા. આ દવાઓ મુખ્યત્વે પેઇન અને ઉંઘ માટેની છે જે ડોકટરની સલાહથી જ લેવામાં આવે છે. પણ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દવાઓ લોકો નશા માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.

દિલ્લીની ટીમ દ્વારા વર્ષ 2022 માં દિલ્લી અને રાજસ્થાનના બાડમેર અને સાંચોર માં દરોડા પાડ્યા હતા જેમાંથી આજ કંપનીની દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.  જેમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી.  જેની આગળની તપાસમાં માહિતી મળી હતી કે દવાની ફેકટરી માંથી એક મોટો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે, જેના આધારે દિલ્લીની ટીમ દ્વારા અહી દરોડા પાડવામાં આવ્યા હતા.

કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દવાઓ મહેસાણાની we care healthcare એ મંગાવ્યો હતો. જેનો માલિક હાલ જેલમાં છે. જોકે મહેસાણા જ ડિસ્ટીબ્યુટર મહેશ્વર હેલ્થકેરની પણ સંડોવણી હોવાની માહિતીને આધારે તપાસ કરતા તેના સંચાલક પણ ફરાર હોવાનું સામે આવ્યું હતું. દવાઓનો આ જથ્થો ફક્ત ગુજરાતમાં જ નહિ પણ અન્ય રાજ્યોમાં પણ સપ્લાઇ થતો હતો.

મહત્વનું છે કે ગુજરાતની મહત્વની એજન્સીઓ અને સ્થાનિક પોલીસ આમતો ડ્રગ્સ અને અન્ય નશાકારક દ્રવ્યોના કેસ કરી રહી છે પણ અંદાજીત એક કરોડ જેટલી દવાઓનો જથ્થો અમદાવાદ પહોંચી ગયો અને અલગ અલગ રાજ્યોમાં પહોંચે તે પહેલાં જ દિલ્લીની કેન્દ્રીય નર્કોટીક્સ બ્યુરોની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.  જોકે ગુજરાતમાં દવાઓ થકી નશો કરતા યુવાધનનોને રોકવા તેમજ આવી દવાઓનો અવર જવર પર નજર રાખવી પણ જરૂરી બની છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article