AHMEDABAD : કીડની હોસ્પિટલને રૂ.100 કરોડનું દાન, જાણો કોણે આપ્યું આટલું મોટું દાન

13 ઓગષ્ટને વિશ્વ અંગદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અંગદાન અભિયાન અંતર્ગત અંગદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:05 PM

AHMEDABAD : અમદાવાદની કીડની હોસ્પિટલને રૂપિયા 100 કરોડનું દાન મળ્યું છે. આ મસમોટા દાનની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્યપ્રધાન નીતિન પટેલે 13 ઓગષ્ટ વિશ્વ અંગદાનના દિવસે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે અમદાવાદ સિવિલની કીડની હોસ્પિટલમાં એક દર્દીને સારી સારવાર મળતા તેના પરિવારે અમદાવાદની કીડની હોસ્પિટલને રૂપિયા 100 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. જો કે પરિવાર તેમજ દર્દીની ઈચ્છાને કારણે આ નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

13 ઓગષ્ટને વિશ્વ અંગદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા અંગદાન અભિયાન અંતર્ગત અંગદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત મીડિયા કલબની આ પહેલ સરાહનીય છે.

તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે અંગદાનને પ્રત્સાહન મળે તે દિશામાં સરકાર કાર્યરત છે, અંગદાન માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે,જેનો લાભ ગુજરાત અને ભારતના લાભાર્થીઓને ગુજરાતની વિવિધ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી મળી રહ્યો છે.

આ સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલલે કહ્યું કે પહેલા કિડનીના દર્દીઓને ડાયાલીસીસ માટે 1500-2500 ચૂકવવા પડતા હતા, હવે ગુજરાતની 54 હોસ્પિટલમાં ડાયાલીસીસ વિના મૂલ્યે થાય છે, અત્યાર સુધીમાં 14.50 લાખ ડાયાલીસીસ વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : PMKSY : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો તમામ વિગત

Published On - 1:04 pm, Mon, 16 August 21