Ahmedabad: ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ધમકી આપનાર ખાલિસ્તાની આતંકી મધ્યપ્રદેશથી ઝડપાયા, જાણો શું હતુ સમગ્ર ષડયંત્ર

|

Mar 14, 2023 | 6:02 PM

Crime News : આરોપીઓ એટલા શાતીર હતા કે પોલીસ પકડી ન શકે તે માટે ભાડે મકાન રાખ્યું હતું. જે મકાનમાં સીમ બોક્સ મશીન સાથેનું ટેલિફોન એક્સચેન્જ ઉભું કર્યું હતું અને ત્યાંથી 100 કિલોમીટર દૂર રહીને આરોપીઓ આ ઓપરેટ કરતા હતા.

Ahmedabad: ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ધમકી આપનાર ખાલિસ્તાની આતંકી મધ્યપ્રદેશથી ઝડપાયા, જાણો શું હતુ સમગ્ર ષડયંત્ર

Follow us on

ખાલીસ્તાની આતંકી ગુજરાતમાં પગપેસારો કરે તે પહેલાં જ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ નેટવર્ક તોડી પાડ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને ખુલી પાડી દીધી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે 11 જેટલા સીમ બોક્સ પકડીને ખાલીસ્તાન નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

તાજેતરમાં મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PMની હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને મેચ ન જોવા માટે ધમકી ભર્યો પ્રિ રેકોર્ડ વોઇસ કલીપ વાયરલ કરી હતી. ત્યારે સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપી રાહુલ દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે. જેમના તાર ખાલીસ્તાનના આતંકવાદી સાથે સંડોવાયેલા છે.

મધ્યપ્રદેશમાંથી ઝડપાયા આરોપી

જે પ્રિ-રેકોર્ડેડ વોઇસ કલીપ વાયરલ થઈ હતી તે ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજવાળી કલીપ હતી. જેમાં મેચ નહીં જોવા અને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ એવી ધમકી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીને સંબોધી ઉશ્કેરાટ ભર્યું ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રિ રેકોર્ડ ક્લિપને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ત્યારે ટેક્નિકલ એનાલિસિસ આધારે મધ્યપ્રદેશના સતના જિલ્લા અને રિવા જિલ્લામાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ દ્વારા દહેશત ફેલાવનાર ખાલીસ્તાનના બે સાગરીતોની ઝડપીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.

આજનું રાશિફળ તારીખ : 10-05-2024
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત

નકલી ટેલિકોમ એક્સચેન્જ કરી કામગીરી

પકડાયેલ આરોપી રાહુલકુમાર દ્વિવેદ્રી મધ્યપ્રદેશના સતના જિલ્લાનો છે અને ધોરણ 12 નાપાસ છે, જ્યારે નરેન્દ્ર કુશવાહ ધોરણ 8 નાપાસ છે. આ આરોપીઓ છેલ્લા એક વર્ષ થી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઉભું કરીને દહેશત ભરેલા પ્રિ રેકોર્ડિંગ કલીપો જુદા જુદા રાજ્યોમાં મોકલતા હતા. તેઓની પાસેથી મળી આવેલા 11 જેટલા સિમબોક્ષ મશીન, 186 સીમકાર્ડ, બે લેપટોપ, 6 મોબાઈલ, 3 વાઇફાઇ રાઉટર,એક કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો 11.75 લાખનો મુદ્દામાલ મળી કબ્જે કરવામાં આવ્યો છે.

1100થી વધુ સીમકાર્ડનો ઉપયોગ કર્યો

આ આરોપીઓએ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરુ રચી ધમકી ભરેલી વોઇસ કલીપ નાગરિકોને મોકલી હતી. આરોપીની પૂછપરછમાં અત્યાર સુધીમાં 1100થી વધુ સીમકાર્ડનો ઉપયોગ જુદા જુદા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપવાના ઉદ્દેશથી કરેલો છે. એક કામ બદલ આરોપીઓને 2.50 લાખથી 3 લાખ રૂપિયા સુધી મળતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પકડાયેલ આરોપી સીમ બોક્ષ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ-રેકોર્ડ વાળા મેસેજ મોકલવા ઉપયોગ કરતા હતા. એક સીમ બોક્સમાં 40 જેટલા જુદાજુદા રાજ્યના સીમકાર્ડ ફિટ કરવામાં આવતા હોય છે. VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા. આ જ મોડ્સ ઓપરેન્ડીથી આરોપી VOIP સર્વિસ દ્વારા પ્રિ રેકોર્ડડ મેસેજો મોકલી ધમકી આપતા હતા.

એટલું જ નહીં સોસીયલ મીડિયા પર ટ્વિટ પણ કરવામાં આવતા હતા. જોકે આરોપી પોલીસના હાથે ન ઝડપાય તે માટે સિમ બોક્સનો ઉપયોગ કરતા હતા. કારણકે સીમ બોક્સમાંથી મોકલેલા મેસેજ કે કોલ ટ્રેસ કરી શકાતા નથી.

આરોપીઓ એટલા શાતીર હતા કે પોલીસ પકડી ન શકે તે માટે ભાડે મકાન રાખ્યું હતું. જે મકાનમાં સીમ બોક્સ મશીન સાથેનું ટેલિફોન એક્સચેન્જ ઉભું કર્યું હતું અને ત્યાંથી 100 કિલોમીટર દૂર રહીને આરોપીઓ આ ઓપરેટ કરતા હતા. જોકે સાયબર ક્રાઇમે તેમના ગુનાહિત નેટવર્કને ઝડપી લીધું. આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાનના શીખ ફોર જસ્ટિસ સંગઠનને 2019માં આતંકી સંગઠન જાહેર કર્યું હતું. જ્યારે ગુરપતવંતસિંહ પનનુ ને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમે આ બન્ને આરોપી વિરુદ્ધ UAPA અંતર્ગત ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી.

Next Article