Ahmedabad: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : કાન્તિભાઇના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન મળ્યું

|

Mar 13, 2022 | 1:17 PM

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે SOTTO ની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવવા અનુરોધ કર્યો છે.

Ahmedabad: ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેના પોસ્ટર વાંચીને પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : કાન્તિભાઇના અંગદાનથી 3 દર્દીઓને નવજીવન મળ્યું
Ahmedabad: Kantibhai's organ donation resuscitates 3 patients

Follow us on

Ahmedabad: કાન્તિભાઇ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા. રસ્તામાં એકા-એક કુતરુ આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્ત કાન્તિભાઇને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. તબીબોએ તપાસ કરતા પરિસ્થિતિ અતિગંભીર જણાઇ આવી. તબીબોએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર અર્થે લઇ જવા કહ્યું.

૬૨ વર્ષીય કાન્તિભાઇને ૧૦ મી માર્ચના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરાયા. આ દરમિયાન પરિવારજનો હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં બેઠા હતા. એકાએક પરિવારજનોની નજર સિવિલ હોસ્પિટલના વેઇટીંગ એરીયામાં ભીંત પર અંગદાન (Organ donation)વિશે લગાવેલા પોસ્ટર ઉપર પડી.

વિગતવાર આ પોસ્ટરમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે. પરિવારજનોએ પરસ્પર અંગદાન અંગે ચર્ચા કરી.હોસ્પિટલના તબીબો દ્વારા કાન્તિભાઇના બ્રેઇનડેડ થવાના સમાચાર મળતા પરિવારજનોએ સામે ચાલીને અંગદાન અંગેની ઇચ્છા વ્યક્ત કરી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

વિગતવાર આ પોસ્ટરમાં અંગદાન અંગેની માહિતી વાંચતા ખ્યાલ આવ્યો કે, એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગો થકી ૯ જરૂરિયાતમંદોને નવજીવન આપી શકાય છે.

સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And Transplant Organisation)ની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

કાન્તિભાઇના અંગત પરિવારમાં તેમના ધર્મપત્ની અને બે પુત્રો છે. પરિવારજનોનું કહેવું છે કે, કાન્તિભાઇ સેવાભાવી હતા. જીવનપર્યત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સ્વને ભૂલીને સમસ્તિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. બ્રેઇનડેડ થયા બાદ મરણોપરાંત પણ તેઓ ત્રણ જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તેનો અમારા પરિવારનજનોને ગર્વ છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે SOTTO ની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવવા અનુરોધ કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે.

કાન્તિભાઇના અંગત પરિવારમાં તેમના ધર્મપત્ની અને બે પુત્રો છે. પરિવારજનોનું કહેવું છે કે, કાન્તિભાઇ સેવાભાવી હતા.

અહીં વિચારવું જરૂરી બને કે, ભીંત પર લગાવેલા પોસ્ટર વાંચીને પણ એક પરિવારે અંગદાન અંગે ગહન વિચાર કર્યો. વિચારને અમલમાં મૂકીને અંગદાન પણ કર્યું. જે દર્શાવે છે કે,સમાજમાં આજે દિન-પ્રતિદિન અંગદાન અંગે લોકોમાં જાગૃકતા પ્રવર્તી રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ભીંતચિત્ર પર કંઇક વાંચીને કરેલા નિર્ણય થી ત્રણ લોકોને નવજીવન મળતું હોય. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ અંગદાન અંગે સમાજમાં મહત્તમ જાગૃકતા પ્રસરાવવી જોઇએ.

આ પણ વાંચો : નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે મનહર પટેલે ટ્વિટ કર્યું, ભરતસિંહેં કહ્યું સૌથી પહેલું આમંત્રણ મેં આપ્યું હતું

આ પણ વાંચો : ISRO Young Scientist Programme 2022: ISRO એ 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ‘યુવા વિજ્ઞાન કાર્યક્રમ’ કર્યો શરૂ, જલ્દી કરો રજીસ્ટ્રેશન

Next Article