અમદાવાદમાં કોરોના વકર્યો, ઇસનપુરના દેવ કેસલ એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયો

|

Nov 11, 2021 | 11:51 PM

અમદાવાદમાં ગુરુવારે ઇસનપુરના દેવ કેસલ એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. આ 20 ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં તહેવારો પૂર્ણ થયા બાદ હવે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ શહેરમાં આગામી દિવસમાં કોરોનાના વધવાના સંકેતો પણ મળી રહ્યા છે. જેમાં ગુરુવારે ઇસનપુરના દેવ કેસલ એપાર્ટમેન્ટને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો છે. આ 20 ફ્લેટના 85 લોકોને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

તેમજ શહેરના કોરોનાના કેસો નિયંત્રિત કરવાના હેતુથી શુક્રવારથી અમદાવાદ કોર્પોરેશન હાઉસ ટૂ હાઉસ સર્વેની કામગીરી શરૂ કરશે તેમજ સર્વે દરમ્યાન લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat)તહેવારોમાં લોકોની વધેલી અવર જવર અને કોરોના(Corona)ગાઇડ લાઇનના ભંગના પગલે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે એએમસીનું(AMC)આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોમ બનાવીને કોરોના ટેસ્ટિંગની(Corona Testing) કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગ માટે 30થી 40 જગ્યાએ નવા ડોમ ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરના એન્ટ્રી પોઇન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

એક તરફ જ્યાં શહેરમાં ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જ રસીકરણની કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો છે. જે મુસાફરોએ વેક્સિન ન લીધી હોય તેમને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. બીજી તરફ જે મુસાફરોને બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા લોકો પણ સામેથી આવીને રસી લઈ રહ્યા છે.

આ પણ વાંચો : જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ટેકાના ભાવે વેચાણ શરૂ

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના લખતરમાંથી કથિત સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો, તંત્રએ તપાસ શરૂ કરી

Published On - 11:46 pm, Thu, 11 November 21

Next Video