Ahmedabad: નવરાત્રી દરમિયાન લવ જેહાદ જેવી ઘટનાઓ રોકવા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ મેદાને

|

Sep 24, 2022 | 5:58 PM

Ahmedabad: નવરાત્રીના તહેવાર દરમિયાન લવ જેહાદ જેવી ઘટનાઓ રોકવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદન અને રાષ્ટ્રીય બજરંગદળ સહિતના સંગઠનો સક્રિય થયા છે. ગરબાના કાર્યક્રમમાં આ સંગઠનના કાર્યકરો હાજર રહેશે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ છે.

Ahmedabad: નવરાત્રી દરમિયાન લવ જેહાદ જેવી ઘટનાઓ રોકવા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ મેદાને

Follow us on

ગુજરાતીઓનો માનીતો અને ખાસ તહેવાર એટલે નવરાત્રી(Navratri). ગુજરાતીઓના નૃત્યની આગવી ઓળખ એટલે ગરબા. આ નવરાત્રી પર્વની ન માત્ર દેશમાં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પામ્યો છે. ગુજરાત બહારના લોકો પણ ગરબાને ખાસ પસંદ કરે છે. ભાગ્યે જ કોઈ એવુ હશે જેમને ગરબા પસંદ નહીં હોય. આ વર્ષે કોરોનાના બે વર્ષ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જો કે આ પહેલા પ્રિ નવરાત્રી (Pre Navratri)ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જેમા ગરબા આયોજકોની સાથે સાથે રાષ્ટ્રીય બજરંગ દળ (Bajrang Dal) અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ પણ મેદાને આવ્યુ છે. નવરાત્રી દરમિયાન લવજેહાદ સહિત અન્ય ઘટનાઓથી બચવા માટે આ બંને સંગઠનો દ્વારા ગરબા રસિકોને તિલક અને ગૌમુત્ર છાંટીને જ પ્રવેશ આપવામાં આવશે.

વિશ્વવિખ્યાત અને ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રી દરમિયાન ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં આવી ન હતી. આ વખતે કોઈપણ પ્રતિબંધ વિના નવરાત્રીનું આયોજન થઈ રહ્યુ છે. ત્યારે લોકોમાં પણ બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબા પ્રેમીઓ ગરબે ઝુમવા માટે થનગની રહ્યા છે.

નવરાત્રી દરમિયાન લવ જેહાદ જેવી ઘટના રોકવા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ મેદાને

આ વર્ષે પ્રિ નવરાત્રી રૂપે એક નવો કોન્સેપ્ટ આવ્યો છે. જાહેર ગરબા આયોજનમાં કોઈપણ અન્ય ધર્મના યુવકો પ્રવેશે નહીં અને છેડતી તથા લવ જેહાદની ઘટનાથી હિન્દુ દીકરીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો થઇ રહ્યા છે. ગરબા આયોજકો દ્વારા પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરબા આયોજકો સાથે સાથે તેમની એક વિશેષ ટીમ પણ આ બાબતોને ધ્યાને રાખીને કાર્ય કરી રહી છે કે કોઈ પણ વિધર્મી યુવકો ગરબા પરિસરમાં પ્રવેશે નહી અને કોઈ પણ અનિચ્છનીય ઘટના નિવારી શકાય.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બીજી તરફ હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીમાં ગરબા અને સ્ત્રીની પવિત્રતા જળવાઈ રહે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ પણ મેદાને આવ્યું છે. રાજ્ય ભરનાં સ્વયંસેવકો સાથે ચર્ચા અને પરામર્શ કર્યા બાદ તેમના દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં પ્રવકતા નીરજ વાઘેલા એ Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તમામ જાહેર ગરબા કાર્યક્રમમાં સંગઠનનાં કાર્યકર હાજર રહેશે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સાથો સાથ ગરબા રમવા આવતા દરેક લોકોને તિલક કરવામાં આવશે અને ગૌ મૂત્ર પણ છાંટવામાં આવશે જેથી કરીને અન્ય ધર્મનાં લોકોને પ્રવેશતા અટકાવી શકાય. કોરોના બાદ આ વર્ષે કોઈપણ પ્રતિબંધો વિના નવરાત્રીની ઉજવણી થવાની છે. જેમા સહુ કોઈ હર્ષોલ્લાસ સાથે આનંદથી ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા પણ પ્રયાસો હાલ આયોજકો દ્વારા થઈ રહ્યા છે.

Next Article