Ahmedabad માં વેપારીઓ માટે કોરોના રસીકરણ પૂરજોશમાં

|

Aug 15, 2021 | 4:18 PM

અમદાવાદ માં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે. તેમજ અન્ય લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ ફરજિયાત રસીકરણ કરાવવું પડશે.

ગુજરાતમાં કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ છે.ત્યારે અમદાવાદ(Ahmedabad) માં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે. તેમજ અન્ય લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ (Vaccination)ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ  ફરજિયાત રસીકરણ કરાવે તેમજ તેની બાદ જો વેપારીઓએ રસીકરણ નહિ કરાવ્યું હોય તો કાર્યવાહી કરવામાં આવશે.

જેના પગલે વેપારીઓએ શનિવારે પણ આ સમય મર્યાદા વધારવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે 80 ટકા વેપારીઓનું રસીકરણ થયું છે . પરંતુ કોરોનાની ઓછી રસી આવતા 20 ટકા જેટલા વેપારીઓનું કોરોના રસીકરણ હજુ બાકી છે.

આ પણ વાંચો : PM Kisan Yojana: તમારા ખાતામાં 2 હજાર નથી આવ્યા ? આ કામ કરવાથી બેંકખાતામાં આવી જશે રૂપિયા

આ પણ વાંચો : 75th Independence Day : ગૂગલે સ્વાતંત્ર્ય દિવસની કરી અનોખી ઉજવણી, Doodle દ્વારા ભારતના સંઘર્ષને કર્યા સલામ

Published On - 4:12 pm, Sun, 15 August 21

Next Video