Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- ‘નવી પેઢીની નવી સફર’ની 30મી મે એ યોજાશે ફાઈનલ

|

May 29, 2023 | 10:07 PM

Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- 'નવી પેઢીવી નવી સફર'ની ફાઈનલ 30મી મે એ સાયન્સ સિટી ખાતે યોજાશે. 1000 વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ રહ્યા છે. આ ફાઈનલ ક્વીઝનુ લાઈવ રમશે.

Ahmedabad: ભારતની સૌથી મોટી ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0- નવી પેઢીની નવી સફરની 30મી મે એ યોજાશે ફાઈનલ

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજીત ભારતની સૌથી મોટીગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0:ની આવતીકાલે તા. 30મી મે, 2023ના રોજ સાયન્સ સીટી ખાતે યોજાશે. આ ફાઈનલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે અને ક્વિઝની ફાઈનલ નિહાળી વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ એનાયત કરશે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા વિદ્યાર્થીઓને એનાયત કરશે ઈનામ

દેશભરમાંથી નોંધાયેલ 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકીના 1000 વિદ્યાર્થીઓ આવતીકાલે સાયન્સ સીટી ખાતે આ ક્વીઝ લાઈવ રમશે. આ લાઇવ ક્વીઝમાં ઋષિકેશ પટેલ સહભાગી બનીને ક્વીઝના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2022માં શરૂ થયેલ ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામા અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે રમાશે.

આ પણ વાંચો :  Gandhinagar: નવી દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલે દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી વધારવા પર મુક્યો ભાર

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

ભાગ લેનારા 1000 વિદ્યાર્થીઓ પૈકી 850 ગુજરાતના વિદ્યાર્થીઓ

આવતીકાલે ભાગ લેનારા 1000 વિદ્યાર્થીઓમાંથી 850 જેટલા ગુજરાતના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. વિજેતા વિદ્યાર્થીઓને મળનાર કુલ 2 કરોડ થી વધુની રકમના ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇક્રોસ્કોપ જેવા ઉપયોગી ઉપકરણોનો સમાવેશ થાય છે. વધુમાં વિદ્યાર્થીઓને બૂટ કેમ્પ તથા દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે જે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને નવી દિશા આપશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:03 pm, Mon, 29 May 23

Next Article