Ahmedabad: વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંતક, હથિયારો સાથે તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ફેલાવી દહેશત, એક આરોપીની થઈ ધરપકડ

|

Aug 23, 2022 | 5:13 PM

અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. હાથમાં હથિયારો સાથે તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

Ahmedabad: વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંતક, હથિયારો સાથે તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં ફેલાવી દહેશત, એક આરોપીની થઈ ધરપકડ
ફોટો આરોપી

Follow us on

Ahmedabad: અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો. હાથમાં હથિયારો સાથે તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આ ટોળકી વિસ્તારના ડોન બનવા તોડફોડ કરીને લોકોમાં ડર ઉભો કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે. વાડજ, શાહીબાગ અને વાસણામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આ વિસ્તારમાં ગુંડાઓની દહેશત ફેલાઇ છે. વિડિઓમાં પણ જોઈ શકાય છે બાઈક પર આવેલા આ ગુંડા તત્વો તલવાર અને પાઇપો લઈને તોડફોડ કરી રહ્યા છે. વાડજમાં નિર્ણયનગર નજીક આવેલા પાન પાર્લર પર કેટલાક યુવાનો ઉભા હતા ત્યારે આ અસામાજિક તત્વો રોફ જમાવવ ત્યાં આવ્યા અને તોડફોડ કરીને એક યુવક પર તલવારથી હુમલો કરી દીધો હતો. આ ટોળકી વિસ્તારમાં પોતાનો ડર ઉભો કરવા આતંક મચાવી રહી હતી. વાડજ પોલીસે 5 અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને ટોળકીના એક આરોપીને ઝડપી લીધો છે.

ફોટામાં જોવા મળતો કરણ વણઝારો છે. તેની વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે. આ ગેંગનો સરદાર રોહિત ઠાકોર છે જેને આ ગેંગ બનાવી છે. તેની ગેંગમાં કરણ વણઝારો, ચેતન ઉર્ફે ચેતો, જય ઉર્ફે જયલો ઠાકોર અને અજય ઉર્ફે ચકો ઠાકોર છે. આ ટોળકીએ વિસ્તારમાં દાદા બનવા માટે હથિયારો લઈને સ્પીડમાં બાઇકો લઈને ફરતા હતા. અને દુકાનોમાં તોડફોડ કરીને સ્થાનિક લોકો પર હુમલો કરતા હતા. રોહિત ઠાકોર કુખ્યાત આરોપી છે. અગાઉ પણ આરોપીએ તોડફોડ કરીને આતક મચાવ્યો હતો. પોલીસે પાસા કરીને જેલ હવાલે કર્યો હતો. પરંતુ પાસા પુરી કરીને પરત આવ્યા બાદ ફરી આ આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને તોડફોડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

મહત્વનું છે કે, આ ઘટનાને લઈને વાડજ પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી. જ્યારે મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર સહિત 4 આરોપી ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

Next Article