Ahmedabad: ઉકેલ વિનાનો કોયડો: NCERTના નવા પુસ્તકમાં ધોરણ12ના ફિઝિક્સમાં એક દાખલામાં સામે આવ્યો છબરડો, કોઈ પદ્ધતિથી દાખલાનો નથી આવતો જવાબ

Ahmedabad: NCERTના નવા પુસ્તકો અમલી થયા છે ત્યારે ધોરણ 12ના અંગ્રેજી માધ્યમના ફિઝિક્સમાં ચેપ્ટર 3માં એક દાખલામાં છબરડો સામે આવ્યો છે. જેનો કોઈ પદ્ધતિથી જવાબ જ મળતો નથી.

Ahmedabad: ઉકેલ વિનાનો કોયડો: NCERTના નવા પુસ્તકમાં ધોરણ12ના ફિઝિક્સમાં એક દાખલામાં સામે આવ્યો છબરડો, કોઈ પદ્ધતિથી દાખલાનો નથી આવતો જવાબ
| Edited By: | Updated on: Apr 22, 2023 | 5:33 PM

NCERTના નવા પુસ્તકો આવ્યા છે, જેમાં ધોરણ 12ના અંગ્રેજી માધ્યમના ફિઝિક્સના પુસ્તકમાં દાખલામાં છબરડો સામે આવ્યો છે. જેનો કોઈ પદ્ધતિથી જવાબ મળતો નથી. નિષ્ણાંતોના મતે જુના પાઠ્યપુસ્તકમાં આપેલા બે દાખલાને ભેગા કરી નવા પાઠ્યપુસ્તકમાં એક દાખલો કરી દેવાયો છે. વિજ્ઞાનપ્રવાહના ધોરણ 12ના ફિઝિક્સના પુસ્તકમાં ચેપ્ટર 3માં એક દાખલામાં મોટી ભૂલ જોવા મળી છે.

કોઈ પદ્ધતિથી દાખલાનો જવાબ નથી મળતો

વિષય નિષ્ણાંતોના મતે જુના પાઠ્યપુસ્તકમાં આપેલા બે દાખલાને ભેગા કરી નવા પાઠ્યપુસ્તમાં એક દાખલો કરી દેવાયો છે. ઉપરાંત પ્રશ્નનો જવાબ પાઠ્યપુસ્તકના પહેલા દાખલા મુજબ અપાયો છે. આ પ્રકારે બે જુના દાખલાને ભેગા કરવાથી બનેલા નવા દાખલાનો કોઈ અર્થ નીકળતો નથી. આ દાખલો જો પરીક્ષામાં પૂછાય તો પણ વિદ્યાર્થીઓ તેનો જવાબ આપી શકશે નહીં.

ફિઝિક્સના ચેપ્ટર 3 ઈલેક્ટ્રીક કરન્ટના દાખલામાં ભૂલ

ભોતિકશાસ્ત્રના નિષ્ણાંતે આ અંગે જણાવ્યુ કે અંગ્રેજી માધ્યમના ધોરણ 12ના ફિઝિક્સમાં ઈલેક્ટ્રીક કરન્ટના ચેપ્ટર 3માં 3.6 નંબરના દાખલાનો જવાબ જ મળતો નથી. દાખલાની રકમમાં જ ભૂલ છે કારણ કે આ દાખલો જૂના પાઠ્યપુસ્તકના બે દાખલાને ભેગા કરી તૈયાર કરાયો છે. કોઈ પદ્ધતિથી આ દાખલાનો જવાબ મળતો નથી.

જુના પાઠ્યપુસ્તકના બે દાખલાને ભેગા કરી કરાયો એક દાખલો

ભોતિકશાસ્ત્રના નિષ્ણાંતે આ અંગે જણાવ્યુ કે અંગ્રેઝી માધ્યમના ધોરણ 12ના ફિઝિક્સમાં ઈલેક્ટ્રીક કરન્ટના ચેપ્ટર 3માં 3.6 નંબરના દાખલાનો જવાબ જ મળતો નથી. દાખલાની રકમમાં જ ભૂલ છે કારણ કે આ દાખલો જૂના પાઠ્યપુસ્તકના બે દાખલાને ભેગા કરી તૈયાર કરાયો છે. કોઈ પદ્ધતિથી આ દાખલાનો જવાબ મળતો નથી.

તાજેતરમાં NCERT દ્વારા ધોરણ 10, 11 અને 12ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પુસ્તકોમાંથી ઘણા વિષયો દૂર કરવામાં આવ્યા છે. હવે આ ફેરફારોનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને અન્ય શિક્ષકોએ અપડેટેડ CBSE ધોરણ 10 NCERT અભ્યાસક્રમ પર તેમની નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: NCERT અને SCERT પુસ્તકોમાંથી જ અભ્યાસ કરાવવો જોઈએ, રાજ્યોને મળી સૂચના, જાણો શું છે તેનો અર્થ

વૈજ્ઞાનિકે નારાજગી વ્યક્ત કરી

1,800 થી વધુ વૈજ્ઞાનિકો, વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષકોએ અભ્યાસક્રમ બદલવા માટે સહી કરી છે. તેમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) અને IITs જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિક સમુદાયને લાગે છે કે જો વિદ્યાર્થીઓ વિજ્ઞાનની આ મૂળભૂત શોધના સંપર્કથી વંચિત રહેશે તો તેઓ તેમની વિચાર પ્રક્રિયામાં પાછળ રહી જશે. બાયોલોજીના અભ્યાસક્રમમાં આવેલા ફેરફાર અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આપણી આસપાસની દુનિયાને સમજવા માટે બાયોલોજીનું જ્ઞાન અને સમજ પણ જરૂરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:30 pm, Sat, 22 April 23