Ahmedabad: સાણંદના ઝાપ ગામે નારીશક્તિએ જગાવી સ્વચ્છતાની મશાલ, સ્વચ્છતાને જ બનાવ્યો પોતાનો ધર્મ અને કર્મ

|

Oct 11, 2023 | 3:52 PM

સાણંદ તાલુકાના ઝાપ ગામે કાર્યરત 'જય ચામુંડા સ્વસહાય જૂથ'ની મહિલાઓ દરરોજ સવારે ઝાપ ગામના રોડ રસ્તાઓ, મુખ્ય ચોક, તળાવનો કિનારો વગેરે જાહેર જગ્યાઓ સહિત તમામ સ્થળોની સફાઈ કરે છે. આ સખી મંડળના ત્રણેય બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા ૩૦૦૦નું માસિક વેતન મેળવે છે.

Ahmedabad: સાણંદના ઝાપ ગામે નારીશક્તિએ જગાવી સ્વચ્છતાની મશાલ, સ્વચ્છતાને જ બનાવ્યો પોતાનો ધર્મ અને કર્મ

Follow us on

Ahmedabad: આપણા દેશમાં મહિલાઓ ઘરના ફળિયાથી માંડી રસોડા સુધી ઘરના ખૂણે-ખૂણે સ્વચ્છતાની તકેદારી રાખતા જ હોય છે. પરંતુ અહીં અમદાવાદના સાણંદ તાલુકાના એક એવા ગામની મહિલાઓની વાત છે જેમનો સ્વચ્છતા યજ્ઞ માત્ર તેમના ઘર પૂરતો સીમિત નથી. તેમણે સમગ્ર ગામની સ્વચ્છતાને જ પોતાનો ધર્મ અને પોતાનું કર્મ બનાવી દીધું છે.

સાણંદ તાલુકાના ઝાપ ગામે કાર્યરત ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ દરરોજ સવારે ઝાપ ગામના રોડ રસ્તાઓ, મુખ્ય ચોક, તળાવનો કિનારો વગેરે જાહેર જગ્યાઓ સહિત તમામ સ્થળોની સફાઈ કરે છે. આ સખી મંડળના ત્રણેય બહેનો ગામની સાફ-સફાઈ કરી રૂપિયા 3000નું માસિક વેતન મેળવે છે.

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય, સ્થાનિકોમાં રોષ, જુઓ video

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મંગુબેન અમરશીભાઈ, શારદાબેન મનુભાઈ અને લીલાબેન બુધાભાઈ નામની આ ત્રણેય મહિલાઓની સ્વચ્છતાની કામગીરીની જિલ્લા સ્તર પર નોંધ લેવાઈ છે. જેના પરિણામે તેમને વહીવટી તંત્ર તરફથી 20 હજારનું રિવોલવિંગ ફંડ પણ આપવામાં આવ્યું છે.

ગામના સરપંચ રાજુભાઇ ગોહેલ જણાવે છે કે, ‘જય ચામુંડા સ્વસહાય જૂથ’ની મહિલાઓ ગામને સ્વચ્છ અને સુખડ રાખે છે. આ મહિલાઓ ગ્રામજનોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મોટું યોગદાન આપી રહ્યા છે આ પ્રકલ્પ દ્વારા ગામને ગુણવત્તા યુક્ત સેવા અને ગામની સ્વા સહાય જૂથની મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી રહી છે. ગામની સ્વચ્છતા માટે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ત્રણેય બહેનો સંતોષની લાગણી અનુભવે છે જ્યારે તેમને મળતા મહેનતાણાથી તેમના પરિવારનો નિભાવ પણ સરળ બની રહ્યો.

ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા અને નારી ઉત્થાન પર ખૂબ ભાર આપ્યો હતો. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ ગાંધીજયંતી બાદ “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમ શરૂ કરાયો છે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને. ત્યારે જાપ ગામના સખી મંડળની આ બહેનો તમામ લોકો માટે પ્રેરણાની અનોખી મશાલ બની છે.

અમદાવાદ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:46 pm, Wed, 11 October 23

Next Article