Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર

|

Mar 23, 2022 | 4:04 PM

દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગલો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર
બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર

Follow us on

અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યનાં બોપલ  (Bopal) પોલીસ (Police) સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો (bungalow) અને ફ્લેટ (flat) વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર થઈ ગયા છે. અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. મહત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરિયાદ નોંધાતા પોલીસે દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે.

ઠગ દંપતિ ચિંતન શાહ અને હિરવા શાહએ પોતાનાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ધટના બની છે..પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગલો લેવાનો હતો જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગલો પસંદ પડતા સાડા નવ કરોડમા ખરીદવાનું નક્કી કર્યું, ચિંતન શાહે દેવચંદ પટેલ પાસે નોટરાઈઝ બાનાખત કરાવી 2.23 કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગલો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.

આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોથીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે. વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતા જેઓને ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરીયાદ નોંધાઈ હતી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

મહત્વનું છે આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે તેવામાં આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. જેમાં ચિંતન શાહ ઓફિસનો સામાન મુકીને ફરાર થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેવામાં અનેક લોકોને ઠગનાર અને નવેમ્બર મહિનાથી ફરાર આ દંપતિ પકડાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી

આ પણ વાંચોઃ   Bhavnagar: રશિયા યુક્રેન યુદ્ધની માઠી અસર ભારતીય યુવાઓ પર પડી, મેડિકલનો અભ્યાસ હવે કયાં પૂરો કરશે?

Next Article