Ahmedabad : અમદાવાદમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆતના વરસાદમાં (Rain) જ અનેક રોડ ધોવાયા છે. અમદાવાદના રસ્તાઓ પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ખખડધજ રોડના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂવા પણ પડ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાને લઇને શરુ થયેલી હાલાકીને લઇને મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની (Municipal Road and Building Committee) બેઠક મળી હતી. જેમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન દ્વારા જે પણ રોડ પર ખાડા પડ્યા છે તે તાત્કાલિક ધોરણે પૂરી દેવા સૂચના આપી છે.
આ પણ વાંચો- Gir Somnath: હિરણ-2 ડેમ 86 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, જુઓ Video
મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રોડ માટે જે કોન્ટ્રાકટરોએ નિયત સમય માટે બાંહેધરી આપેલી છે એટલે કે તેની ડિફેક્ટ લાયેબિલિટી તે સમયમાં આવે છે અને તે રોડ તૂટી જાય તો જનતા તે રોડ વિશેની ફરિયાદ કરી શકે છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 155303 નંબર જાહેર કરાયો છે. જેના પર જનતા ફરિયાદ કરી શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે AMCની વેબસાઇટ પર અમદાવાદના તમામ રોડ વિશેની માહિતી ઉપલબ્ધ છે. એટલુ જ નહીં વેબસાઇટ પર રોડનું કામ ક્યારે થયેલુ છે અને રોડની ડિફેક્ટ લાયેબિલિટી પૂર્ણ થઇ નથી તે અંગેની માહિતી છે. જો આ રોડ પર ખાડા પડેલા જણાય અથવા તો રિપેરિંગની આવશ્યતા જણાય તો જનતાને તાત્કાલિક મ્યુનિસિપાલિટીને જાણ કરવા અંગે જણાવવામાં આવ્યુ છે.
એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા રોડને ક્ષતિ ન થતી હોવાનું વારંવાર કહેવામાં આવે છે. જો કે બીજી તરફ અમદાવાદના રસ્તાઓ બીજી જ કઇક ચાડી ખાય છે. જો કે બીજી તરફ અમદાવાદના કયા રોડ ડિફેક્ટ લાયેબિલિટીના સમયમાં આવે છે અને કયા રોડ ડિફેક્ટ લાયેબિલિટીના સમયમાં નથી આવતા તે જણાતુ નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો