Ahmedabad : કોરોનાકાળમાં પણ હોસ્પિટલોમાં થઇ ઉઘાડી લૂંટ, ગ્રાહક સુરક્ષામાં 40થી વધુ નોંધાઇ ફરિયાદ

|

Jun 13, 2021 | 5:24 PM

Ahmedabad : કોરોના કેસ ઘટ્યા છે પણ કોરોનાની પિક લહેર વચ્ચે લોકો પાસે ચલાવવામાં આવેલી લૂંટના કેસ ઘટ્યા નથી. આ અમે નહિ પણ ખુદ દર્દીના પરિજનો કહી રહ્યા છે. જેઓએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે.

Ahmedabad : કોરોનાકાળમાં પણ હોસ્પિટલોમાં થઇ ઉઘાડી લૂંટ, ગ્રાહક સુરક્ષામાં 40થી વધુ નોંધાઇ ફરિયાદ
હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ

Follow us on

Ahmedabad : કોરોના કેસ ઘટ્યા છે પણ કોરોનાની પિક લહેર વચ્ચે લોકો પાસે ચલાવવામાં આવેલી લૂંટના કેસ ઘટ્યા નથી. આ અમે નહિ પણ ખુદ દર્દીના પરિજનો કહી રહ્યા છે. જેઓએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે. એટલું જ નહીં પણ કેટલાક કિસ્સામાં amc એ હોસ્પિટલને નોટિસ પણ આપી છે. છતાં કોઈ કાર્યવાહી નહિ થતા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા હાઇકોર્ટમાં જવા સુધી ચીમકી ઉચ્ચારી છે.

રમણલાલ પ્રજાપતિ, જેઓ ઘોડાસરમાં રહે છે. જેમને ડિસેમ્બર મહિનામાં પોતાનો યુવાન પુત્ર કોરોનામાં ગુમાવ્યો છે. રમણલાલ પ્રજાપતિનો આક્ષેપ છે કે 14 ડિસેમ્બર 2020 કિડનીની તકલીફને લઈને તેમના પુત્ર મુકેશ પ્રજાપતિને ઝાયડ્સ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં 5 કલાક હોસ્પિટલમાં રાખ્યાના તેમની પાસેથી 70 હજાર રૂપિયા લીધા. તો અન્ય હોસ્પિટલમાં દર્દીને ખસેડવા માટે એમ્બ્યુલન્સ ચાલકે બે વાર 3 હજાર લઈને લૂંટ ચલાવ્યાના રમણલાલ પ્રજાપતિએ આક્ષેપ કર્યા.

જોકે, તેમ છતાં તેમનો પુત્ર બચી ન શક્યો. અને તેણે સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે સવારે દમ તોડ્યો. જે કિસ્સામાં ઝાયડ્સ હોસ્પિટલમાં જતા તેમને 22 હજાર પરત કરાયા. જોકે તેમ છતાં 48 હજાર બિલ 5 કલાકનું થતા દર્દીના પરિજનો નારાજ જોવા મળ્યા. અને તેઓએ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ કરી ન્યાયની માંગ સાથે લૂંટ ચલાવનાર હોસ્પિટલ સામે કાર્યવાહીની પણ માંગ કરી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

એવું નથી કે આ માત્ર એક કિસ્સો છે. બીજા એક કિસ્સામાં આદિત્ય મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલ કે જેના ડોકટર નરેશ મલ્હોત્રા સિમ્સ હોસ્પિટલમાં બિલ પાસ કરાવવાના કૌભાંડ મામલે સંડોવાયેલા છે. આ હોસ્પિટલમાં સ્મિતા દત્તાએ તેમના પતિને દાખલ કર્યા જેમનું બિલ અઢી લાખ બનાવ્યું. જેમાં પણ સારવાર સામે વધુ બિલ લીધાની ફરિયાદ ઉઠી છે. જે કિસ્સા સાથે શહેરમાં હાલ સુધી 40થી વધુ કિસ્સા બન્યાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખે નોંધ્યું છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન લૂંટ ન ચાલે તે માટે ખાનગી હોસ્પિટલ અને amc વચ્ચે mou કરીને કોરોના સારવાર માટે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ભાવ નક્કી કરવા છતાં પણ દર્દીઓ પાસેથી વધુ બિલ લેવામાં આવ્યા છે. તો કેટલાક કિસ્સામાં પહેલા રકમ અને બાદમાં સારવારનું પણ નોંધાયું છે. જે સરકારી નિયમ વિરુદ્ધનું કૃત્ય છે.

આવા કૃત્યો સામે પગલાં ભરવા મુકેશ પરીખે માગ કરી છે. સાથે જ કેટલીક હોસ્પિટલને નોટિસ આપવા છતાં પણ હાલ સુધી કોઈ કાર્યવાહી ન થતા આગામી સમયમાં dymc ઓમ પ્રકાશ મછરા અને હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીને જવાબદાર ઠેરવી હાઇકોર્ટમાં રીટ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે. તો સાથે જ મુકેશ પરીખે મુખ્યમંત્રીને પત્ર લખી લૂંટારું હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

મહત્વનું છે કે અગાઉ amc દ્વારા ગેરરીતિ મામલે રાજસ્થાન હોસ્પિટલને દંડ કરવામાં આવ્યો હતો. તો અન્ય કેટલીક હોસ્પિટલને નોટિસ પણ આપી હતી અને દંડ પણ કર્યો હતો. જોકે તે બાદ અન્ય હોસ્પિટલ સામે આવી કોઈ કાર્યવાહી જોવા મળી ન હતી. જેથી એવી પણ ચર્ચાઓ વ્યાપી છે કે amc મળતીયાને સાચવવા માટે કાર્યવાહી નથી કરી રહી.

એવું પણ નથી કે amcને ફરિયાદ નથી મળી. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ સાથે amcને પણ ફરિયાદ મળી છે તેમછતાં તેવી હોસ્પિટલ સામે દંડ કે અન્ય કાર્યવાહી ન થતા આ ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે જરૂરી છે કે દરેક કિસ્સામાં સરખી ઝડપી કાર્યવાહી થાય. જેથી દર્દી અને દર્દીના પરિજનોને ન્યાય મળી શકે.

Published On - 5:23 pm, Sun, 13 June 21

Next Article